પ્રિય વિદ્યાર્થીમિત્રો, “કોઈપણ લક્ષ્ય વ્યક્તિના સાહસથી મોટું હોતું નથી.” કોરોના મહામારીની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે શાળા બંધ છે, શિક્ષણ નહિ. સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓનાં શિક્ષણ માટે ખુબ જ સુંદર પ્રયત્નો થઇ રહ્યા છે. જેમાં ધો.10 સામાજિક વિજ્ઞાનનાં નવા જાહેર કરેલા અભ્યાસક્રમ મુજબનું પુસ્તક આધારિત મટીરીયલ મુકવાનો આનંદની લાગણી સાથે વિનમ્ર પ્રયત્ન છે.
સામાજિક વિજ્ઞાનનાં તમામ પાઠનાં મહત્વના મુદ્દાઓની વિગત મુજબ અલગ-અલગ તારવવામાં આવ્યા છે. માહિતીને ટૂંકા વાક્યોમાં રજુ કરીને મહત્વના શબ્દોને હાઈલાઈટ કરવામાં આવ્યા છે. મારા માનવા પ્રમાણે એકજ માહિતીને ટૂંકા પ્રશ્નમાં, ખાલી જગ્યા પુરો, ખરા-ખોટા વાક્યો,આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જોડકા જોડો જેવા એક માર્કના પ્રશ્નોમાં પૂછી શકાય તેવા સમયે આ પ્રકારની તૈયારી હોવાથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના પ્રશ્નોમાં મૂંઝવણ ન રહે અને ચોક્કસ જવાબ આપી શકે, તથા મુદ્દા પ્રમાણેના પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરવાથી ટુંકનોંધ અને વિસ્તારથી જવાબ લખવામાં પણ સરળતા રહે તે રીતે બનાવવામાં આવ્યું છે. સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકમાં જ 100 માર્ક છે. પરંતુ પુસ્તકની માહિતીને વધુમાં વધુ પરિક્ષાલક્ષી બનાવવાનો વિનમ્ર પ્રયત્ન છે. જો કોઈ શબ્દમાં કે માહિતીમાં ભૂલ હોય અથવા સુચન હોય તો મો.નં. 9712613313 અથવા parmarsuresh16@gmail.com Emailથી જણાવવા વિનંતી છે. Deo panchmahal, શિ.નિ.શ્રી.મેહુલભાઈ તથા સામાજિક વિજ્ઞાન ટીમ પંચમહાલનો સહકાર મળ્યો છે તેમનો હું આભાર માનું છું.
અહી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નવા અભ્યાસક્રમ મુજબ સામાજિક વિજ્ઞાન ધો. 10 નાં પુસ્તકનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
2 ટિપ્પણીઓ
બોર્ડ માટે આઈએમપી પ્રશ્નો બધા જ વિષયના જલ્દી મોકલો એવી અમારી નમ્ર વિનંતી
જવાબ આપોકાઢી નાખોબોર્ડ માટે તમારે શું કહેવું છે તમારે ચેનલમાં અમને જલદી જણાવો
ગુજરાતી ના આઈએમપી પ્રશ્નો બોર્ડ માટે
સામાજિક વિજ્ઞાન માટેના પ્રયત્ન હમેંશા ચાલુ રહેશે. (ધો 9 અને 10)
કાઢી નાખોધન્યવાદ