પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો


પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો.
EBOOK






  • ·         ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
  • ·         ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે.
  • ·         દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મુલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થાય છે.
  • સંપ્રદાયિક્તા
  • ·         ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે.
  • ·         ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે.
  • સંપ્રદાયિક્તા સામે સંઘર્ષ
  • ·         સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઇપૂર્વક સામનો કરવો પડશે.
  • ·         સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે.
  • ·         શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે.
  • ·         સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ.
  • ·         રેડિયો-ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો છે, રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
  • ·         ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ.
  • ·         યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્ન સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ.
  • ·         આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ.
  • ·         ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિતરાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે.
  • જ્ઞાતિવાદ
  • ·         ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે.
  • ·         પ્રારંભિક પરિકલ્પના મુજબ તે ચાર વ્યવસાય પર આધારિત વર્ણવ્યવસ્થા (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર) હતી.
  • લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે-            બંધારણીય જોગવાઈ
  • ·         ભારતનું બંધારણ સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
  • ·         જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે.
  • ·         રાજ્યોને એવા અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનો દાયિત્વ નિભાવવા, તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે.
  • ·         ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
  • ·         લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોની બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો.
  • ·         રાષ્ટ્રની પંચવર્ષીય યોજનામાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન  રાખવામાં આવ્યું છે.
  • લઘુમતીઓ
  • ·         ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવો લોકસમૂહ ને લઘુમતી કહેવામાં આવે છે.
  • ·         દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય.
  • ·         ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે.
  •   Ø  લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે.
  •   Ø  પોતાના ધર્મના પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વ ધર્માંતરણને માન્ય  રાખતો નથી.
  •   Ø   સરકારી સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી.
  •   Ø  તમામ ધાર્મિક સમુદાયો અને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો તેની દેખરેખ કરવાનો અધિકાર છે.
  •   Ø  સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓ નું રક્ષણ કરી શકે છે.
  •   Ø  સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. 
  •   Ø  ભારતીય લઘુમતીના  બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે.
  • અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓ
  • ·         બંધારણની કલમ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિતમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
  • ·         જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે.

  • બંધારણીય જોગવાઈ
  • ·       સામાન્ય જોગવાઈ
  • 1)      બંધારણીય આર્ટીકલ  15 પ્રમાણે: કેવળ ધર્મ, જ્ઞાતિ, જાતિ, જન્મસ્થાન કે તેમાંથી કોઈપણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે.
  • 2)      આર્ટીકલ 29 પ્રમાણે: (ક) ભારતના પ્રદેશમાં ભાષા, લિપિ કે પોતાની કહી તેને સાચવવાનો એમને અધિકાર રહેશે
  • (ખ) કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવતી શિક્ષણની કોઈપણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં.
  • ·       ખાસ જોગવાઈ
  • 1)      રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાયને કોઈપણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે.
  • 2)      આર્ટીકલ 16 (4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે  જગ્યાઓ અથવા નિમણૂકોન અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યના અધિકાર રહેશે.
  • 3)      આર્ટીકલ 330, 332, 334, પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્ય સભામાં કોઇ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી.
  • 4)      ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
  • 5)      પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
  • ફક્ત અનુસુચિત જતી માટેની જોગવાઈ
  • 1)      બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતામાંથી  ફલિત થતી કોઈપણ ગેરલાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે.
  • 2)      આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અધિકાર છે.
  • ફક્ત અનુસુચિત જનજાતિઓ માટેની જિગવાઈ
  • આર્ટિકલ 19 (5) થી રાજ્યો ના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ-જા કરવાના અથવા કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય લોકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે.
  • નિષ્કર્ષ

  • આતંકવાદ – એક વૈશ્વિક સમસ્યા
  • ·         એકવીસમી સદીમાં આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે.
  • ·         આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી.
  • ·         આતંકવાદ હિસ્સા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત 'જીવો અને જીવવા દોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.
  • ·         આત્મઘાતી હુમલા કરવાબોમ્બ ફેકવાહથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો. અપહરણ કરવુંવિમાન હાઇજેક કરવાનાણાં પડાવવામાદક દ્રવ્યોની હેરાફેરી કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે.
  • ભારતમાં બળવખોરી અને આતંકવાદ
  • ·         બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે.
  • ભારતમાં બળવાખોરી અને આતંકવાદ
  • બળવાખોરી

    આતંકવાદ

    બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે.

    તે એક વશ્વિક સમસ્યા છે.

    તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે.

    તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે.

    તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે.

    તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે.

    બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે.

    આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે.

  • નક્સલવાદી આંદોલન
  • ·         માઓ- ત્સે- તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ ઇ.સ. 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો.
  • ·         આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નકસલબારી વિસ્તારથી ઉદભવી હોવાથી તેને નકસલવાદ કહે છે.
  • ઉત્તર-પૂર્વમાં બળવાખોરી 
  • ·         સ્વતંત્રતા પ્રાપ્તિ થી લઇ ને આજ સુધી ઉત્તર-પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે.
  • ·         બળવાખોરી સંગઠનનો વચ્ચે  અલગ રાજ્યની માંગણી પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો ની સંઘર્ષ થાય છે.
  • કશ્મીરમાં આતંકવાદ
  • ·         15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા.
  • ·         જમ્મુ-કશ્મીર ભારતનો અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે.
  • ·         ઈ.સ. 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. 
  • ·         કશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ વતન છોડીને સ્થાળાંતર કરવું પડ્યું છે.
  • ·         આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે.
  • આતંકવાદની સામાજિક અસરો
  • ·         આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી  જાય છે.
  • ·         આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ ભય ઉત્પન્ન કરે છે.
  • ·         નાના બાળકોથી લઈ વૃદ્ધો પર આ ભયની અસર થાય છે.
  • ·         આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રતિકૂળ અસર પહોંચે છે.
  • ·         સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
  • ·         ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન છે.  સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે.
  • ·         આતંકવાદ પ્રભાવી ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. આના પરિણામે લોકોને જોડતા આંતર વ્યવહારો ખોરવાય છે.
  • આતંકવાદની આરથી અસરો
  • ·         વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણ નિર્માણ પામતુ નથી. જે-તે પ્રદેશનો વ્યાપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે.
  • ·         વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકોને અન્ય પ્રદેશમાં રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે.
  • ·         આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળાં નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે
  • ·         આતંકવાદીઓ રેલવે સ્ટેશન, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોનું પુન: સ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે.
  • ·         સરકારને અને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે.
  • ·         રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
  • ·         આતંકવાદ સામાજિક-આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક છે.