પાઠ 19 માનવવિકાસ




EBOOK







·         પરિવર્તન સંસારનો નિયમ છે.
·         અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે.
માનવ વિકાસનો અર્થ
·         'માનવ વિકાસ' શબ્દસમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલરૂપે વપરાય છે.
·         'માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.'-UNDP.
·         માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે.
·         માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે.
·         માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ.
માનવ વિકાસ એટલે
·         માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ-ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને.
·         માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે.
·         માનવી તંદુરસ્ત, આરોગ્યમય અને દીર્ધાયુ જીવન જીવે.
·         માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે.
·         આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય.
·         ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને.
·         ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય.
·         ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે.
·         વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય.
·         માનવ અધિકારોનો ઉપયોગ કરે.
માનવ વિકાસ આંક(HDI)
·         નોબેલ પારિતોષિક વિજેતા ભારતીયમૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવવિકાસ આંકની વિભાવના કરી.
·         પ્રથમ માનવવિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
·         સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
·          UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક (Human development index-HDI) નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.
   Ø  માનવ વિકાસ આંકમાં ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
1.       સરેરાશ આયુષ્ય (આરોગ્ય)
2.       શિક્ષણ સંપાદન (જ્ઞાન)
3.       જીવન ધોરણ (માથાદીઠ આવક)
·         વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં  આવે છે.
1.       અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index-LEI) ( સરેરાશ આયુષ્ય)]- આરોગ્ય અને દીર્ધાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મહત્તમ 83.6વર્ષ અને ન્યૂનત્તમ 20 વર્ષની નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
2.       શિક્ષણ આંક [(Education Index-EI) ( શિક્ષણ સંપાદન)] જેના બે પેટા નિર્દેશકો નીચે મુજબ છે.
1.       શાળાકીય સરેરાશ વર્ષો- જેમાં ઉચ્ચત્તમ 13.૩ અને ન્યુનતમ શૂન્ય વર્ષ નિર્ધારિત કરેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
2.       અપેક્ષિત શાળાકીય વર્ષો- પાંચ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.  ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે.  
૩) આવક આંક [(Income Index-II)( જીવન ધોરણ)] - માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 $  અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ 5238 $ છે.  માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકની અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. સમખરીદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
·         માનવ વિકાસ આંકની ગણતરીમાં પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે.
·         માનવ વિકાસ આંકનું  મૂલ્ય 0 થી  1 ની વચ્ચે હોય છે.  કોઈ પણ દેશ માટે મહત્તમ 1 મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે.
·          આ તફાવત દેશો-દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે. 


માનવ વિકાસ અહેવાલ
·         UNDP દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે.
·         માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવ વિકાસ આંક-HDI મૂલ્યના આધારે ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેમાં નોર્વે (0.944)પ્રથમ ક્રમે છે.
·         બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા(0.935) અને સ્વિત્ઝરલેન્ડ(0.930) ત્રીજા ક્રમે છે. તેમજ એશિયાઈ દેશ સિંગાપુર(0.912) 11માં ક્રમે છે. ભારત 0.609માનવ વિકાસ આંક સાથે 188દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે કે તે મધ્યમ માનવવિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. આ અહેવાલમાં સૌથી નીચેના 188 માં ક્રમે નાઈઝર(0.348) છે.
·         ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 થયો છે.
·         માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં, પરંતુ સજીવ માનવસંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે.
·         માનવ વિકાસ આંકમાં માનવ વિકાસ અને પ્રગતિ માટેના પડકારો સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, મહિલા સશક્તિકરણ છે.
સ્વાસ્થ્ય (આરોગ્ય)
·         આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે સાથે-સાથે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે.
·         આયોડિન, વિટામિન અને લોહતત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
·         આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો  નિર્મૂળ કરી શક્યા છીએ.
·         મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનીજો, વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકાયેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે.
·         પર્યાવરણીય પ્રદુષણ અને ઝેરી પદાર્થોનો ઉદભવ રોજિંદા જીવનમાં નવા પડકારો છે.
લૈગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા)
·         ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાહેંધરી આપે છે. 2011ના વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના48.46 ટકા સ્ત્રીઓ અને 51.54ટકા પુરુષો છે.
·         આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરેરસોડામાં રસોઈ બનાવે કે બાળઉછેરનું કાર્ય કરે છે તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
·         મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનતી આવી છે.
·         ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઉચ્ચપદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. સંસદમાં મહિલા  સાંસદો નું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે.
મહિલા સશક્તિકરણ
·         સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે.  કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે.
·         મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બનશે.
મહિલા કલ્યાણકારી યોજનાઓ
·         સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે.  કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે.
·         મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બનશે.
મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઇઓ
·         1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.
·         યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષ અને 'મહિલાવર્ષ'  તરીકે જાહેર કરેલ.
·         1975-1985ના દશકાને ‘મહિલા દશકા’ તરીકે જાહેર કરેલ.
·         2002ના વર્ષને 'મહિલા સશક્તિકરણ વર્ષ’ તરીકે ઉજવવામાં આવેલ.
·         કુટુંબની માલ-મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદો સુધારવામાં આવ્યો છે.
મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ
   Ø  મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે વર્ષ 2001માં મહિલા અને બાળવિકાસ વિભાગની રચના કરી. 
   Ø  ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના ઉત્કર્ષના ત્રણ પાસાઓ મહિલાઓનું શૈક્ષણિક સશક્તિકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે.
·         ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ જેના લીધે શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળેલ છે.
·         રાજ્યમાં 35%થી ઓછો  સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે 'વિદ્યાલક્ષ્મી બોન્ડ' આપવામાં આવે છે.
·         'સરસ્વતી સાધના યોજના' અન્વયે દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઇકલો આપવામાં આવે છે.
·         બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસ.ટી બસમાં મફત મુસાફરી ની સુવિધા આપવામાં આવે છે.
·         કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે આ 'સબળા યોજના' અમલી બનાવી છે.
·         ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી છે. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી ૩૩ ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવેલ છે.
·         શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવનનિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષીત બને તે માટે 'રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના' અમલમાં છે. આ ઉપરાંત, નિરાધાર વિધવા મહિલાઓ ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે.
·         મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે.
·         મહિલા આરોગ્ય માટે  ઈ-મમતા કાર્યક્રમમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવેલ છે. તેમજ તેની નિયમિત આરોગ્ય તપાસ કરીને સારવાર તથા બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળક ની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે
·         બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવી 'બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ' દ્વારા સ્ત્રી સશક્તિકરણ માં અગત્યનું  યોગદાન આપેલ છે. 
·         અનુસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને 'ચિરંજીવી યોજના' અંતર્ગત પ્રસુતિ, દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવા વિના મૂલ્યે પૂરી પાડવાની જોગવાઈ કરેલ છે.
 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા 14 ડિસેમ્બર 2015 ના રોજ માનવ વિકાસ અહેવાલ 2015 'માનવ વિકાસ માટે કાર્યશીર્ષકથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.



kids drawing easy