પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી


EBOOK



17. આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી
·         ભારતીય અર્થતંત્રમાં  મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવવધારો, વસ્તીવધારો છે.
ગરીબી
·         સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ય, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યુનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી બધી સ્થિતિને 'વ્યાપક કે દારુણ ગરીબી' કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે.
ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
·         ગરીબીએ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે.
·         જે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય.
·         રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઇ હોય.
·         નાછૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ  કરવો પડતો હોય.
·         તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યદરથી પણ ઓછું હોય., જેઓ મોટાભાગે નિરક્ષર હોય.
·         જેઓ સતત પોષણક્ષમ આહારને અભાવે નાના-મોટા રોગથી પીડાતા હોય.
·         જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધો જવા મજબુર થવું પડતું હોય.
·         જેમના બાળકોનું કુપોષણના લીધે બાળમૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય.
·         ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો  કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ (BPL) કહે છે.
·         સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશનકાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વાજબી  ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે,
·         ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો.
 
ગરીબીનું માપન
·         ભારતમાં ગરીબીરેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો છે.
1.       કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચાને આધારે
2.        કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે (કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે)
A.      નિરપેક્ષ ગરીબી
·         પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
B.      સાપેક્ષ ગરીબી
·         સમાજના જુદી-જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે.
ભારતમાં ગરીબી
·         વિશ્વબેન્કના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા.
·         UNDP- 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.99%  હતું .
·         ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો 25.7% અને શહેરીક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા.
·         ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ(36.93%) છેજ્યારે ઓછી  ગરીબી ધરાવતું રાજ્ય ગોવા (5.09%) છે.
·         ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે.
·         ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે.
·         ધનિક ભારતમાં ગરીબો વસે છે.
ગરીબી ઉદભવવાના કારણો
  Ø  કૃષિક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઇની સવલતોના કારણે કૃષિક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો.
  Ø  ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.
  Ø  ગ્રામીણક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે.
  Ø  જ્ઞાતિપ્રથા તથા રૂઢીયો પરંપરા ગરીબી ઉદભવવાના કારણે
  Ø  નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી.
  Ø  આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો તથા આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી.
  Ø  ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક  સ્થિર જ રહી સારવાર દવા પાછળના ખર્ચ વધવાથી.
  Ø  ટેકનોલોજીમાં ફેરફારો આવતા. પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો.
  Ø  વસ્તીવૃદ્ધિ દર વઘ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો.  શ્રમની કુલ માગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો બેકારી વધી. ખરીદ શક્તિમાં ઘટાડો થયો જીવનધોરણ કથળ્યું ગરીબાઈમાં વધારો થયો.
ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ
·         અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે.
·         ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે.
·         ‘ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે’તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્વાર પાછળ ખર્ચાવો પર જોઈતો હતો.
·         વર્તમાન સરકારે 'ગ્રામોદય થી ભારત ઉદય'ના કાર્યક્રમ દ્વારા ગ્રામીણક્ષેત્રે માળખાગત સુવિધાઓ,
1.       આર્થિક વિકાસના લાભોનું  વિસ્તરણ ન થતા ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેચણી થતા ધનિકો વધુ ધનિક બન્યા, ગરીબો વધુ ગરીબ બન્યા. 
2.       ગરીબી હટાવો’ ના સુત્ર પર વિશેષ ઝોક, હરિયાળી ક્રાંતિ અને જમીન સુધારણા કાર્યક્રમ.
3.       આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવનજરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ 'વાજબી ભાવની દુકાનો'(FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે ઘરઆંગણે પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. 
4.       સરકારે કૃષિ, કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે  પશુપાલન, ડેરી ઉદ્યોગ, મસ્ત્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઇ યોજનાઓનો વિકાસ સાધવો, કુટિર ઉદ્યોગો, લઘુઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી.
5.       સરકારે ગ્રામીણક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ, સડક, પાકસંરક્ષણ, કૌશલ્ય અને તાલીમક્ષેત્રે, ખેતીક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેકટરની સુવિધા માટે સસ્તી બેંકલોનનું ધિરાણ ઉપલબ્ધ કર્યા.
6.       યુવક યુવતીઓને ઉચ્ચશિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાયરૂપે  સ્કોલરશીપ, ફી-માફીની સુવિધા, આશ્રમશાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે.
 
ગરીબી નિવારણ કાર્યક્રમ (poverty alleviation programme-PAP)
·         ગરીબી  નિર્મૂલન કાર્યક્રમો અને યોજનાઓ મુખ્યત્વે પાંચ વિભાગમાં વહેંચાયેલી છે.
1.       વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો
2.       સ્વરોજગારીના કાર્યક્રમો
3.       અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો
4.       સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો
5.       શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો
 પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
·         સિંચાઈ સગવડોમાં વધારો ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરવા,પ્રત્યેક ખેતરને પાણી મળે તેવી જળસંકટને નાથવા માટે નાના-મોટા, મધ્યમ કદના ચેકડેમ ઉભા કરવા જેવા પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે.
 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
·         ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકશાનીમા આર્થિક ટેકો પૂરો પાડવા સહાય, ટેકાના ભાવે કપાસની ખરીદી,  ભાવોની સ્થિરતા માટે 'ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ'ની રચના  કરી છે.
 
રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ
·         પ્રત્યેક ખેતરને પાણી હયાત કેનાલ માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, નવી ટ્યુબવેલ, તળાવનું ખોદકામ, વોટર શેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ચેકડેમનો પુનરોદ્વારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણક્ષેત્રે આર્થિક ટેકારૂપી સહાય કરીછે.
  Ø  રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસકાથી ગરીબ કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે.
 ઇ- નામ યોજના
·         ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભુ કર્યું જેમાં ખેડૂતો ઓનલાઇન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે.
·         વચેટીયા અને દલાલોથી બચાવી ખેડૂતોને વધુ ભાવરૂપિ વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે.
ગ્રામોદયથી ભારત ઉદય
·         ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્યપ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુકાળ ના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઈટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનીજક્ષેત્ર શોધવા.
 દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના
·         ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના 24×7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો.
·         દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18000 ગામોમાં વિજળી પહોંચાડવા નવી લાઈન, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા.
·         સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનીક સાધનો માટે પણ સબસિડી આપવી.
 
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય
·         આદિવાસી મહિલાઓને પશુપાલન માટે 'સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના' હેઠળ કૃષિવિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય.
·         સમરસ છાત્રાલય અને સ્માર્ટ આશ્રમશાળાઓ સ્થાપી.
 સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન
·         રજિસ્ટ્રેશનમાં, ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા, ખેતીના ખર્ચમાં ધટાડો થાય તે હેતુ છે.
 મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના
·         ગામડાઓ એકબીજા સાથે સડકમાર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામપંચાયતોને સહાય આપી.
 મા અન્નપૂર્ણા યોજના
·         ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબો અને ગરીબીરેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબદીઠ પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં વિતરણ કરવું
·         ગરીબ એવા મધ્યમવર્ગના પરિવારોને સસ્તાદરે પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં-2 રૂપિયા પ્રતિ કિલોચોખા-3 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે.
 સાંસદ આદર્શ ગ્રામ યોજના
·         હેઠળ સાંસદ દ્વારા મતવિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર 'આદર્શ ગામ' ની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના:
·         (MNREGA)  મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ 'આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ' ના સૂત્ર સાથેની ખૂબ જ લોકપ્રિય યોજના.
·         રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્તવયના સભ્યો છે (18  વર્ષથી ઉપરના), શારીરિકશ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવનનિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની (રોજના સાત કલાક) પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો  ઉદ્દેશ્ય છે.
·         સરકારે નિર્ધારિત કરેલ વેતનદરે દૈનિક વેતન ચૂકવાય છે જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને 'બેકારી ભથ્થું' ચૂકવવામાં આવે છે.
 મિશન મંગલમ
·         રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી વગેરે જેવા ગૃહઉદ્યોગના વિકાસ થકી રોજગારી પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે.
 દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના
·         હસ્તકલા અને હાથશાળાના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે.
 જ્યોતિ ગ્રામોદ્યોય વિકાસ  યોજના
·         'સ્ટાર્ટ- અપ ઇન્ડિયા'માં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાનો ઉદ્યોગ સાહસિકોને તાલીમ મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
 બાજપાઈ બેંકેબલ યોજના
·         શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને ચોથું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે ઉદ્યોગ માટે કે વારસાગત ધંધા માટે નિયત રકમનું ધિરાણ કરવું.
 એગ્રો બિઝનેસ પોલીસી 2016
·         રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને દસ લાખ લોકોને રોજગારી પુરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.
 બેરોજગારી અર્થ: જે પુખ્તવયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય જે બજારમાં પ્રવર્તતા વેતનદર કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે.
 બેરોજગારીના મુખ્ય સ્વરૂપો
1.       ઋતુગત બેરોજગારી: ત્રણથી પાંચ માસમાં બેરોજગાર રહેવું પડે છે, ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે.
2.       ઘર્ષણજન્ય બેરોજગારી: જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.
3.       માળખાગત બેરોજગારી: સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રીવાજો નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે.
4.       પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી:  કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિક રોકાયેલા હોય આ વધારાના શ્રમિકો નો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય.
5.       ઔદ્યોગિક બેરોજગારી: ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
6.       શિક્ષિત બેરોજગારી ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને બેરોજગાર હોય તો તે શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે.
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ
·         ભરત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્રારા તથા નેશનલ સેમ્પલ (NSS) ના આધારે બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે.
·         2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગારો હતા. જેઓની ઉંમર 15 થી 24 વર્ષની છે, તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા.
·         લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4 ટકા જોવા મળ્યો હતો.   ગુજરાતમાં દર હજાર એ 12 વ્યક્તિઓ (1.2%)  બેરોજગાર હતી. ભારતમાં 2009-10 માં દર હજારે શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ (3.4%) જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ (1.6%) બેરોજગાર હતી . 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7 ટકા જોવા મળ્યો હતો.
·         ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15 ટકા લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66 ટકા લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે.
બેરોજગારી ઘટાડવાના ઉપાયો
·         બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે. ગરીબી અને બેરોજગારી બન્ને સગી બહેનો છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. બેરોજગારીની અસર વ્યક્તિ-કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર થઇ છે.
1.       ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10 ટકા જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલા ભરવા.
2.        જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો.
3.       શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવી.
4.       પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવી, ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા-બકરા, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે.
5.       ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું.
6.       ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે.
7.       શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણ નીતિ અપનાવવી.
8.       ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવારોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાનસમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો ' મેક ઇન ઇન્ડિયા', 'સ્કીલ ઇન્ડિયા ' અને 'ડિજિટલ ઇન્ડિયા' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. હાલમાં દરેક રાજ્યોમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.
9.       શ્રમશક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે  સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, રેડિયો-ટી.વી., એસી રીપેરીંગ  કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
10.   ઉદ્યોગ સાહસિકોને 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા' અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે.
11.   રોજગાર વિનિમયકેન્દ્રો રોજગારીની શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ-અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા-પ્રકાર વિશે તથા કારકિર્દીની પસંદગીમાં માર્ગદર્શન આપે છે.
12.    'મોડેલ કેરિયર સેન્ટર' દ્વારા તથા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી.  ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્ર હતા. જેમાં ડિસેમ્બર 2013માં 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30લાખ બેરોજગારો નોંધાયા હતા.
વિશ્વ શ્રમ બજાર
·         વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે.
·         વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન ' બ્રેઈન  ડ્રેઈન' એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર કરે છે.
·         વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતાં વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હૂંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે.

kids drawing easy