સામાજિક વિજ્ઞાન ધો. 10


EBOOK


પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

  • 6. ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો
·        અજંતાની ગુફાઓ
·         અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જીલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
·         સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહી કુલ 29 ગુફાઓ છે.
·         આ ગુફાઓને બે ભાગમાં વહેચી શકાય 1. ચિત્રકલા આધારિત 2. શિલ્પકલા આધારિત
·         ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1,2,10,16,17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાના છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધધર્મ છે.
·          અજંતાની ગુફાના બે પ્રકાર 1. ચૈત્ય 2. વિહાર 9,10,19,26,29 નંબરની ગુફા ચૈત્ય છે. બાકીની ગુફાઓ વિહારો છે.
·         ઈ.સ. 1819 માં એક અંગ્રજ કેપ્ટન જ્હોન સ્મિથ પુનઃસંશોધિત કરી.
·         ચૈત્ય એટલે બોદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ
·         વિહાર એટલે બોદ્ધ મઠ જ્યાં બોદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે.
o   ઈલોરાની ગુફાઓ
·           મહારષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓ આવેલી છે.

બોદ્ધ ધર્મને લગતી ગુફાઓ

1 થી 12 નંબર

હિંદુ ધર્મને લગતી ગુફાઓ

13 થી 29 નંબર

જૈન ધર્મને લગતી ગુફાઓ

30 થી 34 નંબર

કૈલાસમંદિર

16 નંબરની ગુફામાં છે.


 
·          કૈલાસમંદિર એક જ પત્થરમાંથી કોતરીને બનાવેલું છે. જે 50 મી. પહોળું અને 33 મી. ઊચું છે. 
·         પહાડવાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ઈ.સ. 600 થી ઈ.સ. 1000 કાળની છે.
·         પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે.
o   એલીફન્ટાની ગુફાઓ
·         મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દુર અરબસાગરમાં એલીફન્ટાની ગુફાઓ આવેલી છે. કુલ 7 ગુફાઓ છે.
·          અહી પત્થરમાંથી કોતરેલા હાથીના સુંદર શિલ્પના કારણે એલીફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું.
·          એલીફન્ટાની ગુફાઓમાં ત્રિમૂર્તિ (બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ)ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે, એ ગુફા નંબર 1 માં છે.
·          ઈ.સ. 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલીફન્ટાને સ્થાન મળ્યું. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે.
o   મહાબલીપુરમ
·          તામીલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિમી દુર મહાબલીપુરમ આવેલું છે.
·          દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ પડ્યું. તેમના સમયમાં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું જો કે આજે બે જ હયાત છે, બે દરિયામાં વિલીન થઇ ગયા. 
·          હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવા લાયક છે.
·           વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમુન સ્થાપત્યો ધરાવતું અને પ્રાચીન ભારતનું બંદર પણ હતું.
o   પટ્ટદકલ
·         પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદમીથી 16 કિમી દૂર આવેલું નગર છે.
·         પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાની હતી.
·         પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ (શિવ)નું મંદિર છે.
o   ખજુરાહોના મંદિરો
·           મધ્યપ્રદેશના છતરપુર જીલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે.
·           ખજુરાહો એ બુંદેલ ખંડના ચંદેલ રાજાઓની રાજધાની હતી. ઈ.સ. 950 થી 1050 માં અહી 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. આજે 25 મંદિરો જ હયાત છે.
·          ખજુરાહોના મંદિરોમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે.
·         પ્રારંભિક સમયના બધા મંદિરો ગ્રેનાઈટના પત્થરમાંથી બનાવવામાં આવેલ છે.
o   કોણાર્કનું સૂર્ય મંદિર
·           ઓડીશા રાજ્યના પૂરી જીલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે.
·          આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું.
·          આ રથ મંદિર સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે, એને 12 વિશાળ પૈડા છે. પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે. પૈડા બાર મહિના અને આરા આઠ પ્રહર દર્શાવે છે.    
·         મંદિરનું નિર્માણ કાળા પત્થરોમાંથી થયું હોવાથી તેને ‘કાળા પેગોડા’ તરીકે ઓળખવામાં આવે છે.
·          દિવ્ય, સાંસારિક અને સજાવટ એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડીશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
·        બૃહદેશ્વર મંદિર
·          તામીલનાડુ રાજ્યના તાંજોર (થંજાવુર)માં બૃહદેશ્વર મંદિર આવેલું છે, આ મંદિર મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર મંદિર કહે છે.
·          અ મંદિરનું નિર્માણ ઈ.સ. 1003 થી ઈ.સ. 1010 ના સમયમાં થયું હતું.
·          આ મંદિર ચોળ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે. લંબાઈ 500 ફૂટ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે.
·          આ મંદિરનું શિખર લગભગ 200 ફૂટ ઊંચું છે.
·          ભારતીય સ્થાપત્ય કલાનો બેનમુન વારસો ધરાવે છે. અને દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.
o   કુતુબમિનાર
·          કુતુબમિનાર દિલ્લીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમુનો છે.
·          કુતુબમિનારનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબકે શરુ કર્યું એના અવસાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું.
·          કુતુબમિનાર 72.5 મી. ઉંચો છે. ભૂતળનો ઘેરાવો 13.75 મી. છે. ઊંચાઈ પર જતા તે 2.75 મી. થાય છે.
·          તેને લાલ પત્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.
·          કુતુબમિનાર એ ભારતમાં પત્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્થંભ મિનાર છે.
o   હમ્પી
·          હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જીલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.
·          હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું.
·          કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોચી હતી. તેની મુખ્ય વિશેષતા વિશાળ પત્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્થંભ છે.
·          વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયનાં સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિરનું નિર્માણ થયું.        
o   હુમાયુનો મકબરો
·          હુમાયુનો મકબરો દિલ્લીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમુનો છે.
·          હુમાયુના મૃત્યુ બાદ આ મક્બરાનું નિર્માણ તેના પત્ની હમીદા બેગમે કરાવ્યું.
·          આ મકબરામાં લાલ પત્થરની સાથે સફેદ પત્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો.
o   આગ્રાનો કિલ્લો
·          ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પત્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે.
·          આ કિલ્લાનું બાંધકામ અકબરે 1565માં કરાવ્યું, 70 ફૂટ ઊંચી દીવાલ અને દોઢ માઈલનો ઘેરાવો છે. દીવાલમાં ક્યાય તિરાડ દેખાતી નથી.
·          અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું.
·          શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો અહી વિતાવ્યા હતા.
o   તાજમહેલ
·           ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદી કિનારે તાજમહેલ આવેલ છે.
·         વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.
·         ઈ.સ. 1630માં મુમતાજ મહલ અવસાન પામતા 1631માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઇ, અને 22 વર્ષ બાદ ઈ.સ. 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.
·          સંસારના અદ્રિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાજ મહલનું નામ જગતભરમાં અમર થઇ જાય તેવી શાહજહાની અંતરેચ્છા હતી.
·           તાજમહેલણી ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર આવેલી છે.   
·           ‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે’. – મહેરાબ.
o   લાલ કિલ્લો
·          દિલ્લી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ ઈ.સ. 1638માં કરાવ્યું હતું.
·          આ કિલ્લામાં શાહજહાએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું.
·         દીવાન-એ-ખાસ અન્ય ઈમારતોની તુલનામાં વધુ અલંકૃત છે.
·         લાલ કિલ્લાની ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશમહેલ, લાહોરી દરવાજા, મીનાબજાર અને મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.
·          લાલ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિરશાહ પોતાની સાથે ઈરાન લઇ ગયો હતો.
·          દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
o   ફતેહપુર સિકરી
·          ઉત્તરપ્રદેશના આગ્રાથી 26 માઈલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું, અને તેને પોતાની રાજધાની બનાવી હતી.   
·          અહી બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે, તે 41 મી. પહોળો અને 50 મી. ઊંચો છે.
o   ગોવાના દેવળો
·          ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. 
·          અહી સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે, ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ દેહ વિકૃત થતું નથી.
·          ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે પણ જાણીતું છે.
o   ચાંપાનેર
·          ગુજરાતના પંચમહાલ જીલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે.
·          મહેમુદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવીને રાજધાની બનાવી અને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું.
·           ચાંપાનેરમાં મોટી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલ છે.
·          ચાંપાનેરણી સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઇ યુનેસ્કોએ તેને ઈ.સ. 2004 માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.
o   ઘોળાવીરા અને લોથલ
·           ઘોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા.
·          ઘોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.  
·          ઘોળાવીરા તેની આદર્શ નગરરચના અને વેપાર વાણિજ્યનાં કેન્દ્ર માટે જાણીતું છે, લગભગ 5000 પહેલા ઘરેણા તથા મણકા બનાવવાના કેન્દ્રો હતા. 
·          લોથલ અમદાવાદ-ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. જે હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.
·          જુનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોળિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જુનો રાજમહેલ, નવઘણ કુવો, મહાબતખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે, મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.   
·           ઐતિહાસિક નગરી અમદાવાદમાં અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાને કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે.
o   પાટણ (ઉત્તર ગુજરાત)
·          પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રૂદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે.
·         ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહે છે.
·         ઈ,સ, 2014 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં રાણીની વાવનો સમાવેશ થયો છે.
·         પાટણમાં ઈ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે  સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું.
·         વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કિર્તીતોરણ જોવાલાયક સ્થળો છે. પત્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને તોરણ બનાવ્યા છે.
·         શામળાજી મંદિર મેશ્વો નદીકિનારે આવેલું છે.
·         વાવ એ પગથિયાવાળો કુવો છે. પગથિયાને એક,બે,ત્રણ. કે ચાર મુખ અને ત્રણ, નવ કે બાર મજલા હોય છે.
·         વાવના મુખ્ય નંદા, ભદ્રા, જયા, અને વિજયા પ્રકાર છે.
·         ભાવનગર જીલ્લાના પાલીતાણા શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે.
·         મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. અહી તારામાતાનું મંદિર આવેલું છે.
·         દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા. આ મંદિરોનું પિરામીડ પ્રકારનું ભવન જોવા મળે છે.

મંદિરનું નામ

સ્થળ

મહાબલીપુરમ

મહાબલીપુરમ- તમિલનાડુ

કૈલાસ મંદિર

કાંચીપુરમ- તમિલનાડુ

બૃહદેશ્વર મંદિર

તાંજોર-તમિલનાડુ

વિરૂપાક્ષ મંદિર

પટ્ટદકલ-કર્ણાટક  

પરશુરામેશ્વરમ મંદિર

ભુવનેશ્વર-ઓડીશા

વૈકુંઠ પેરુમાળ મંદિર

કાંચીપુરમ- તમિલનાડુ


o   ભારતમાં તીર્થ સ્થાનો
·         ભારતના ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લીંગની યાત્રા પ્રચલિત છે.
·         ચાર ધામ બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), અને જગન્નાથપૂરી (ઓડીશા)
·         51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા, ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું અનેરું મહત્વ છે.
·         યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે.
                          


                                     Thank you


  
kids drawing easy