પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો
5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો
વારસો
·
વિજ્ઞાન એટલે વ્યવસ્થિત
જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.
·
ધાતુવિદ્યા
·
પ્રાચીન ભારતે
ધાતુવિદ્યામાં અદ્રિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી.
·
સિન્ધુકાલીન
સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા.
·
તક્ષશિલમાંથી મળેલ કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ.
·
ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા
ધાતુશિલ્પો, ચેન્નયના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતું
નૃત્યકલાનાં ઉત્કૃષ્ટ નમુનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું
શિલ્પ દેવ-દેવીઓ, પશુ-પક્ષી, તથા સોપારી કાપવાનું સુડીઓ.
·
રસાયણવિદ્યા
·
રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે.
·
નાલંદા વિદ્યાપીઠના બોદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રનાં આચાર્ય
માનવામાં આવે છે.
·
નાગાર્જુને ‘રસરત્નાકર’ અને
‘આરોગ્યમંજરી’ ગ્રંથો લખ્યા.
·
નાગાર્જુને પારાની
ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ શરુ કર્યો હતો.
·
નાલંદા વિદ્યાપીઠમાં રસાયણવિદ્યાના અભ્યાસ અને
સંશોધન માટે રસાયણશાળા અને ભઠ્ઠીઓ
હતી.
·
રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા ભગવાન
બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. 7 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્રમૂર્તિ
સુલતાનગંજ (બિહાર)માંથી આવેલી તથા 18
ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી નળી આવેલી છે.
·
7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊચો
ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્ય) દિલ્લીમાં નિર્માણ કરેલ વિજય સ્તંભને હજી સુધી વરસા, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી
કાટ લાગ્યો નથી જે રસાયણવિદ્યાના ઉત્તમ નમુના છે.
·
વૈદકવિદ્યા - શલ્યચિકિત્સા
·
ભારતીય વૈદકશાસ્ત્રના
મહાન પ્રણેતા મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટનાં
સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે.
·
મહર્ષિ
ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ, ઔષધિઓનું વર્ણન કર્યું છે.
·
મહર્ષિ સુશ્રુતે ‘સુશ્રુતસંહિતા’માં
શલ્યચિકિત્સા (વાઢકાપ વિદ્યા-શસ્ત્રક્રિયા)નાં એવા ધારદાર સાધનોનો
ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે
ભાગ કરી શકતા.
·
વાગ્ભટ્ટનો ‘વાગ્ભટ્ટસંહિતા’
તથા નિદાનક્ષેત્રે ‘અષ્ટાંગહ્રદય’ મહત્વનાં ગ્રંથ છે.
·
વાઢકાપ કરવા
માટે પ્યાલા આકારનો પાટો બાંધી
લોહીનું પરિભ્રમણ અટકાવતા.
·
તૂટેલા કાન કે નાકની સારવાર અને ‘પ્લાસ્ટિક સર્જરી’ પણ જાણતા હતા.
·
પ્રસુતિ
વખતના જોખમી ઓપરેશનો કરતા, તેઓ સ્ત્રી તથા બાળરોગના
નિષ્ણાત હતા.
·
ઘોડા અને હાથીના રોગોપર ગ્રંથ
લખાયા જેમાં ‘હસ્તી આયુર્વેદ’ તથા શાલિહોત્રનું
‘અશ્વશાસ્ત્ર’ ખુબ પ્રખ્યાત છે.
·
ગણિશાસ્ત્ર
·
ભારતે દુનિયાને શૂન્યની
શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય,
રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી.
·
શૂન્યની શોધ કરનાર - આર્યભટ્ટ
·
આંકડાની પાછળ શૂન્ય લગાવીને
લખવાની પ્રક્રિયાના શોધક ‘ગુત્સમદ’ ઋષિ
હતા.
·
પ્રચીન ભારતના ગણિતજ્ઞોએ 1 (એક)
ણી પાછળ 53 શૂન્ય મુકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે.
·
‘મોહેં-જો-દડો’ અને ‘હડપ્પા’ના
અવશેષોમાં તોલમાપના સાધનોમાં ‘દશાંશ પદ્ધતિ’ જોવા મળી છે.
·
ભાસ્કરાચાર્યે ઈ.સ.
1150માં ‘લીલાવતી ગણિત’ અને ‘બીજ ગણિત’ ગ્રંથો લખ્યા, અને સરવાળા-બાદબાકીનું પણ સંશોધન કર્યું.
·
આર્યભટ્ટના ‘આર્યભટ્ટીયમ’
ગ્રંથમાં પાઈ() ની કિંમત ()
3.14 જેટલી
થાય છે.
·
ગોળકનાં પરિધ અને વ્યાસનાં ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે.
·
આર્યભટ્ટને ‘ગણિશાસ્ત્રના પિતા’ તરીકે
ઓળખવામાં આવે છે.
·
‘આર્યસિદ્ધાંત’માં જ્યોતિશાસ્ત્રના મૂળ
સિદ્ધાંતોનું સક્ષેપમાં વર્ણન આપેલું છે. તેમને
ગણિત,અંકગણિત, અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું અને
‘દશગીતીકા’ ગ્રંથની લખ્યો.
§ અન્ય વિજ્ઞાનો
વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ
કર્તા
પ્રજનનશાસ્ત્ર
બ્રાભ્રવ્ય પાંચાલ
ચિકિત્સાસંગ્રહ
ચક્રપાણીદત્ત
કામસૂત્ર
વાત્સ્યાયન
વ્રુક્ષ આયુર્વેદ
મહામુનિ પારાસર
યોગશાસ્ત્ર
મહર્ષિ પતંજલિ
યંત્ર સર્વસ્વ
મહર્ષિ ભારદ્વાજ
કાલગણના
શક્મુનિ
ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર
· શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે.
· જ્યોતિષશાસ્ત્રમાં ખાસ કરીને ગ્રહો પરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
· ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ હતું.
· ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે’ તેમ આર્યભટ્ટે સાબિત કર્યું, જેને વિદ્વાનો ‘અજરભર’ નામથી સંબોધતા.
· બ્રહ્મગુપ્તે ‘બ્રહ્મસિદ્ધાંત’ ગ્રંથમાં ગુરુત્વાકર્ષણનાં નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે.
· જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ ને ‘સંહિતા’ એવા ત્રણ ભાગમાં વહેંચનાર વરાહમિહિર ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા, તેમણે ‘બૃહદસંહિતા’ ગ્રંથની રચના કરી.
· વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્નું અવિભાજ્ય અંગ છે.
· વાસ્તુશાસ્ત્ર
· પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ,વસિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું યોગદાન છે.
· વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા,મંદિર,મહેલ,અશ્વશાળા,કિલ્લા,શસ્ત્રાગાર, નગર વગેરની રચના કેવી રીતે કરવી તે દર્શાવેલું હોય છે.
· પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો.
· વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે.
· વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
0 ટિપ્પણીઓ