સામાજિક વિજ્ઞાન ધો. 10
પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો
પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો.
· પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. તેના બે ભાગ છે 1 વૈદિક સાહિત્ય 2 પ્રશિષ્ટ સાહિત્ય.
· પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આજે પણ ઉકેલી શકાઈ નથી.
· મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરશાસ્ત્રી હતા, તેમને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી.
· સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે. આજે પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે.
· સંસ્કૃત ભાષા મુખત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન, અને વિજ્ઞાનની ભાષા હતી.
· વેદ નો અર્થ જ્ઞાન થાય છે, ચાર વેદ 1 ઋગ્વેદ 2 સામવેદ 3 યજુર્વેદ 4 અથર્વવેદ
· ભારતીય સાહિત્યનુ પ્રાચીન પુસ્તક ઋગ્વેદ છે, એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, તે 10 ભાગમાં વહેચાયેલ છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે.
· યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
· અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
· ઉપનીષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે.
· વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણગ્રંથમાં સમાવેશ થાય છે.
· આર્યો તેમના જીવનનો અંતિમ સમય આરણ્યમાં જઈને ગાળતા, વન અથવા આરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપુર એવા સાહિત્યને ‘આરણ્યકો’ કહે છે.
· ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત.
· મહાભારતમાં લગભગ એક લાખ શ્ર્લોક છે.તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે.
· મહાભારતમાં ‘શ્રીમદ ભગવદ્ ગીતા’ માં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
· રામાયણ અને મહાભારતના પ્રભાવથી ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય થયું છે.
· કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે.
· પ્રારંભિક બોદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ ત્રણ ભાગમાં સુત્ત પિટક,વિનય પિટક, અભિધમ્મ પિટક વહેચાયેલું છે માટે ત્રિપિટક તરીકે ઓળખાય છે.
· ગુપ્તયુગને સંસ્કૃત કાવ્ય અને નાટકનાં વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે, જેમાં કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.
કાલિદાસનાં નાટકો | કુમારસંભવ, રઘુવંશ,
મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાનશાકુંતલમ |
બાણભટ્ટ | હર્ષચરિત, કાદમ્બરી |
ભવભૂતિ | ઉત્તરરામચરિત |
ભારવિ | કિરાતાર્જુનીયમ |
વિશાખદત્ત | મુદ્રારાક્ષસ |
શુદ્રક | મૃચ્છકટીકમ |
દંડી | દશકુમારચરીતમ |
· જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું.
· તમિલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ ચાર દ્રવિડ ભાષાઓમાં સૌથી જૂની તમિલ ભાષા છે.
· સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ ‘એતુથોકઈ’, ‘તોલાકાપ્પિયમ,’ ‘પથ્થુપાતુ’.
· કવિ તિરરુવલ્લુવરે ‘કુરલ’ વિખ્યાત ગ્રંથની રચના કરી.
· શીલપ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે.
· મધ્યકાલીન સાહિત્ય
· મધ્યકાલીન સમયના સૌથી મહાન સાહિત્યકાર અમીર ખુશરો ગણાય છે.
· અમીર ખુશરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો.
· અમીર ખુશરો હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાસી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા હતા.
· જૈનુંલઅબિદિનના આશ્રયે કાશ્મીરમાં ‘મહાભારત’ અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
· વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેરાય તેલુગુ અને સંસ્કુતના લેખક હતા.
· ઔરંગઝેબ સિદ્ધહસ્ત અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફર ઉર્દુ કવિ હતો.
· અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદગીતા અને પંચતંત્ર જેવા ગ્રન્થોના અનુવાદ કરવા એક અલગ ખાતાની સ્થાપના કરી હતી.
· મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે.
સોમદેવ | કથાસરિતસાગર |
કલ્હન | રાજતરંગિણી |
ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક
ગ્રંથ | કાશ્મીરનો ઈતિહાસ |
જયદેવ | ગીત ગોવિંદ |
ચંદબદરાઈ | પૃથ્વીરાજ રાસો |
શંકરાચાર્ય | ભાષ્ય |
કવિ પંપા | આદિપુરાણ |
કવિ પોન્ના | શાંતિપુરાણ |
રન્ના | અજીતનાથ પુરાણ |
કવિ કમ્બલે તામિલ
ભાષામાં | રામાયણમ |
હિન્દી ભાષાના બે સ્વરૂપો | વ્રજ અને ખડીબોલી |
અવધી ભાષાનો સૌથી જુનો
ગ્રંથ મુલ્લા દાઉદ | ચન્દ્રાયન |
દિલ્લીના સુલ્તાનોની
રાજભાષા | ફારસી |
ઝિયાઉદ્દીન બરની | તારીખે ફિરોજ્શાહી અને
ફતવા-એ-જહાંદારી |
અમીર ખુશરોનાં ગુરુ | હઝરત નિઝામુદ્દીન
ઓલિયા |
અમીર ખુશરો | આસિકા, નૂર, સિપિહર,
કિરાતુલ-સદાયન |
ભારતને પૃથ્વી પરનું
સ્વર્ગ ગણાવતો | અમીર ખુશરો |
દિલ્લીની આજુબાજુ
બોલવામાં આવતી ભાષા | હિંદવી |
કબીરની રચનાઓ
મુખ્યત્વે | સધુકડી લોકબોલીમાં છે. |
માલિક મુહમ્મદ જયસીએ, અવધી
ભાષામાં | પદ્માવત મહાકાવ્ય |
તુલસીદાસ દ્વારા, અવધી
ભાષામાં | રામચરિતમાનસ |
કૃતીવાસે દ્વારા, બંગાળીમાં | રામાયણ |
કૃષ્ણદેવ રાય | આમુક્તમાલ્યદા |
બાબરની તુર્કી ભાષામાં
આત્મકથા | ‘તઝુકે-બાબરી’ જે
ફારસી બાબરનામા છે. |
ગુલબદન બેગમે | હુમાયુનામા |
જહાંગીરે પોતાની
આત્મકથા | તઝુકે-જહાંગીરી |
અબુલ ફઝલ | આઈને-અકબરી , અકબરનામા |
મુહમદ હુસેન આઝાદ | દરબારે અકબરી |
o ભારતની પ્રાચીન વિદ્યાપીઠો
o નાલંદા
· બિહારના પટણા જીલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે.
· મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું.
· નાલંદામાંથી ભણીને નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.
· યુઅન-સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઇ ગયો હતો.
· અહી સાત મોટાખંડો વ્યાખ્યાન માટે ત્રણસો ખંડો હતા.
· ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો.
o તક્ષશિલા
· વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી.
· અહી 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું.
· ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહી આયુર્વેદના પાઠો શીખ્યા.
· દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતનાં પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે.
· કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણશાસ્ત્રી પાણિનિ અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય તથા ચંદ્રગુપ્ત મોર્યએ પણ અહી શિક્ષણ લીધું હોવાનું મનાય છે.
· પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી.
o વારાણસી (કાશી)
· યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈ.સ. પૂર્વે 7 માં સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું.
· આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નુતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું.
· સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથમઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો.
o વલભી
· ઇસવીસનનાં સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિપ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. જેને બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરીકોનો મોટો ફાળો હતો.
· 7મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા ત્યારે બોદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું.
· ચીની પ્રવાસી ઈત્સિંગે નોંધ્યું છે કે વલભી પૂર્વભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી.
· વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું.
· મૈત્રક વંશના રાજવીઓ બોદ્ધ ન હતા, સનાતન હતા છતાં આ સંસ્થાને મદદ કરતા.
· વલભી સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
THANK YOU
kids drawing easy
0 ટિપ્પણીઓ