સામાજિક વિજ્ઞાન ધો.10

પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા. 


EBOOK
 • મહત્વના મુદ્દાઓ
 • 1.   બાળકને જન્મ સાથે જ માં-બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ.
 • 2.   ઘર,જમીન, જાગીર કે સ્થાવર-જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. 
 • 3.   માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા-કૌશલ્ય દ્વારા જે કઈ મેળવે કે સર્જન કરે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય.
 • 4.   પ્રાચીન ભારતમાં ચોસઠ કળાઓ હતી.
 • 1.   સમગ્ર વિશ્વમાં 21 મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 
 • ભારતીય કસબીઓની કરામત
 • 1.   ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. 
 • માટીકામ કલા
 • 1.   લોથલ, મોહે-જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે.
 • 2.   કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.
 • 3.   નવરાત્રીમાં ગરબા (અંદર દીવો હોય તેવો માટીના કાના પાડેલો ઘડો) જોવા મળે છે. 
 • 4.   કાચી માટીમાથી પકવેલા (ટેરાકોટા) વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે.  
 • વણાટકલા
 • 1.   રૂની પૂણીમાથી તાંતણા ખેંચવા સાથે તેમણે વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે.
 • ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને ઇતિહાસ રચ્યો હતો
 •     - હાથ વણાટ
 • 1.   ભારતના ઢાકાના મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાથી પસાર થઈ જતી.
 • 2.   ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ સમયે પાટનગર પાટણમાં અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા,તેમની આવડત અને કૌશલ્યનાં લીધે પાટણના પટોળાં જગતભરમાં વિખ્યાત બન્યા.પાટણનો આ હુન્નર 850 વર્ષથી પણ વધુ પ્રાચીન જણાય છે.  
 • 3.   પાટણમાં બંતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય છે.  
 • 4.   પટોળા વર્ષો સુધી ટકે છે, રંગ પણ જતો નથી માટે આપણે ત્યાં પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહીં. કહેવત પ્રચલિત છે. 
 •     - હાથવણાટ ના ગાલીચા
 • ભરત-ગૂંથણ કલા
 • 1.   હડપ્પા અને મોહે જો દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભારત-ગૂંથણ કામ જોવા મળ્યું છે.
 • 2.   સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાસ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એમ કાશ્મીરનું કાશ્મીરી ભરત જાણીતું છે. 
 • 1.   કપડાં ઉપર છપાઈ અને ભરત-ગૂંથણ એ ગુજરાતનાં કચ્છ, સૌરાસ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે.
 • 2.   કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભારત-ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે.
 • 3.   કચ્છના બન્ની વિસ્તારોમાં જત જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. 
 • ચર્મ ઉદ્યોગ
 • 1.   પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં (process) આવતું.
 • 2.   ખેતી માટે કૂવામાથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો.
 • 3.   યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો.
 • 4.   ભરત-ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા. ધોડા, તથા ઊંટ જેવા પ્રાણીઓના પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. 
 • હીરા-મોતીકામ અને મીનાકારીગરી
 • 1.   ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરામોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે.
 • 2.   ભારતીય કારીગરોના બનાવેલા હીરામોતીના આભૂષણોની વિદેશોમાં ખૂબ માંગ રહી છે.
 • 3.   વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાથી મળી આવેલા.
 • 4.   પ્રાચીન સમયમા રાજા-મહારાજાઓ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતાં.
 • 5.   દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં  ભારત દેશ અગ્રિમ સ્થાને છે.
 • 6.   મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. 
 • જરીકામ
 • 1.   ભારતમાં જરીકામના હુન્નર માટે સુરત જાણીતું છે.
 • 2.   પાનેતર, સાડી, ઘરચોળા, જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા
 • ધાતુકામ
 • 1.   લોથલના કારીગરોએ ધાતુમાથી બનાવેલા દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા, સોય, જેવા તાંબા અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે.
 • 2.   યુદ્ધ માટે અસ્ત્રો-શસ્ત્રો ,સોના-ચાંદીના ઘરેણાં, વાસણો અને મૂર્તિઓ માટે  તાંબું, પિત્તળ, કાંસું જેવી ધાતુઓનો ઉપયોગ કરતાં, લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો.
 • કાષ્ઠકલા
 • 1.   ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હીંચકા તથા ઇડરના રમકડાં જાણીતા છે. 
 • જડતરકામ
 • 1.   રાજસ્થાનનું બિકાનેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે. 
 • અકીકકામ
 • 1.   અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાથી મળી આવતો એક પ્રકારનો કીમતી પથ્થર છે.
 • 2.   સિલિકા- મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે.
 • 3.   ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા-જુદા આકારના અકીકના પથ્થરો મળે છે. 
 • 4.   અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે  ખંભાત મોકલવામાં આવે છે. 
 • ચિત્રકલા
 • 1.   ચિત્રકલાનું સ્થાન વિવિધ કળાઓમાં અગ્રિમ સ્થાને છે.
 • 2.   આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે
 • 3.   હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા.
 • 4.   મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણના ચિત્રો નોંધપાત્ર છે.
 • 5.   અજંતા- ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. 
 • ભારતની લાલિતકલાઓ

 • સંગીતકલા
 • 1.   ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે.
 • 2.   સામવેદ સંગીતને લાગતો વેદ ગણાય છે.
 • 3.   સા,રે,,,,,ની એ સંગીતના મુખ્ય સાત સ્વર છે.
 • 4.   સંગીતના 5  રાગો 1. શ્રી 2. દિપક 3. હિંડોળ 4. મેઘ 5. ભૈરવી જે ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
 • 5.   સંગીત મકરંદ પંડિત નારદે ઇ.સ. 900 માં ગ્રંથ લખેલો જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.
 • 6.   સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરેલી જે સંગીતના અંગો સમજવા માટે બેજોડ ગ્રંથ ગણાય છે.
 • 7.   સંગીત પારિજાત ગ્રંથની રચના પંડિત અહોબલે ઇ.સ. 1665માં કરી જેમાં દરેક રાગ અન્ય રાગથી અલગ છે તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું અને 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
 • 8.   અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનના લીધે   તુતી-એ-હિન્દ  તરીકે વિખ્યાત થયા.
 • 9.   ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. 
 • નૃત્યકલા
 • 1.   નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત (નૃત્ય કરવું) ઉપરથી થઈ છે.
 • 2.   નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ-નટરાજ મનાય છે. 
 • ભરતનાટ્યમ
 • 1.   ભરતનાટ્યમનું ઉદભવ સ્થાન તામિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે.
 • 2.   ભરતમુનીએ રચેલ નાટ્યશાત્ર અને નંદીકેશ્વર રચિત અભિનદર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સ્ત્રોત છે. 
 • કુચીપુડી નૃત્યશૈલી
 • 1.   કુચીપૂડી નૃત્યની રચના 15મી સદીમાં થઈ, જે આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. 
 • કથકલી
 • 1.   કથકલી એ કેરળ રાજયનું પ્રચલિત નૃત્ય છે. 
 • કથકનૃત્ય
 • 1.   કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે.  
 • મણિપુરી નૃત્ય
 • 1.   મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. 
 • નાટ્યકલા
 • 1.   ભરતમુનીએ નોંધ્યું છે કે “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવિ કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય”
 • 2.   ભરતમુની રચિત પ્રથમ નાટકનું કથાનક દેવસુર સંગ્રામ હતું.
 • 3.   ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. 
 • ભવાઈ
 • 1.   શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહયા છે.
 • 2.   ભવાઇ એ અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકળા છે. સસ્તા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું.
 • 3.   ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજો, કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો રંગલા-રંગલી જેવા પાત્રોથી યોજાય છે. તેઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે. 
 • ગુજરાતના લોકનૃત્યો
 • આદિવાસી નૃત્યો
 • 1.   ગુજરાતનાં આદિવાસીઓના નૃત્યોમાં ચાળો જાણીતું નૃત્ય છે.   
 • 2.   ડાંગમાં માળીનો ચાળો તથા ઠાકર્યા ચાળો નૃત્ય જોવા મળે છે.
 • 3.   ભીલ અને કોળી જાતિઓમા શ્રમહારી ટીપણી નૃત્ય જોવા મળે છે.
 • ગરબા
 • 1.   ગરબો શબ્દ ગર્ભ-દીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે  નૃત્ય કરવું તે ગરબો.
 • 2.   ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણપ્રેમની રંગભરી ગરબીઓ રચી  ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો. 
 • રાસ
 • 1.   રાસ એટલે ગોlળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. 
 • ગુજરાતના અન્ય નૃત્યો
 •  1 ગોફ ગૂંથન નૃત્ય
 • ગુજરાતનાં ગોફ ગૂંથન નૃત્યમાં ઢોલના સંગીતના તાલે માંડવો, થાંભલો, કે વૃક્ષ સાથે ડરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઇ ગૂંથણી બાંધે છે અને છોડે છે
 •  સીદીઓનું ધમાલ નૃત્ય
 • 1.   સીદીઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદીલોકોનું આ નૃત્ય છે. 
 •  3 મેરાયો નૃત્યપઢાર નૃત્યતથા કોળીઓ અને મેરના નૃત્યો
 • 1.   બનાસકાઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝૂંઝાળી જેવા ઊંચા ઘાસમાથી તોરણ જેવા ઝૂમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેજ જેવુ નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે.
 • 2.    સુરેન્દ્રનગરમાં પઢાર જાતિના લોકો દ્વારા પઢાર નૃત્ય કરવામાં આવે છે.
 • 3.   સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મધરાસિયો, આંટીવાળી ગોળ પાધડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે. 

સમાપ્ત