1.
ભારતનો વારસો
·
ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુપુરાણમાં
સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ
'ભારતવર્ષ' છે.
·
ભારતમાં શુભ કાર્ય પ્રારંભ લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ આર્યાવર્ત વગેરે
શબ્દોનો ઉપયોગ થાય છે.
·
ભારત વિસ્તારની
દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે અને જનસંખ્યાની
દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે
છે.
·
વૈવિધ્યસભર વારસો
·
ભારતભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ
અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે.
·
ભારત શાંતિપ્રિય અને વેપારી
સંસ્કૃતિ ધરાવતો દેશ રહ્યો છે.
·
ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત અને આનંદનો અનુભવ
પ્રાપ્ત થાય છે.
·
ભારતીય અપનાવેલ અહિંસા
અને શાંતિના મૂલ્યોનો આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે.
·
સંસ્કૃતિનો અર્થ
·
‘સંસ્કૃતિ એટલે ‘જીવન જીવવાની
રીત’.
·
સંસ્કૃતિ એટલે “માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી-કહેણી અને જીવનને
ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો”
·
ભારતીય સંસ્કૃતિનો વારસો
·
“વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.”
·
શાળામાં દૈનિક પ્રતિજ્ઞામાં
આપણે “હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.” તેમ કહીએ આ સમૃદ્ધ
વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વ અને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું
પ્રદાન.
·
ભારતનો પ્રાકૃતિક વારસો
·
“પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના
નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો.”
·
પ્રાકૃતિક વારસો એ
કુદરતની ભેટ છે.
·
નદીઓ, ઝરણાં, સાગરો
લાંબા દરિયાકિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો,અને રણો નો સમાવેશ
કરી શકાય.
·
વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ-પક્ષી, પ્રાણીઓ પણ સમાવી શકાય.
·
આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને
પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે ઉપરાંત તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્ર નું
નિરૂપણ જોવા મળે છે.
·
ભૂમિદ્રશ્યો
·
ભૂમિ-આકારો દ્વારા અનેક ભૂમિ દૃશ્યોનું સર્જન જોવા મળે છે દાખલા તરીકે હિમાલય પર્વત એ
ભૂમિ આકાર છે.
·
હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા
યાત્રાના સ્થળો નંદાદેવી જેવા શિખરો પણ
આવેલા છે.
·
નદીઓ
·
નદીઓ પ્રાચીનકાળથી પ્રાકૃતિક
માર્ગ પુરો પાડી રહી છે.
·
ભારતીય સંસ્કૃતિ સિંધુ
અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે
·
ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી જેવી નદીઓ ભારતના લોકજીવન
પર મોટી અસરો ઉપજાવી છે.
·
આપણી સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી નદી કિનારાના ઉષા અને
સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્ય દ્વારા ભરપુર
સૌંદર્ય કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે.
·
આપણે નદીને ‘લોકમાતા’ નું બહુમાન આપ્યું છે.
·
વનસ્પતિ જીવન
·
ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ
પ્રેમી રહી છે.
·
ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે
ની પૂજા કરવામાં આવે છે.
·
વટસાવિત્રી વ્રતમાં વડની પૂજા
કરવામાં આવે છે.
·
ભારતમાં હરડે, આમળા, બહેડા, કુંવરપાઠુ, અરડૂસી, લીમડો
વગેરે ઔષધીઓ તથા
·
મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા જૂઈ વગેરે જેવા પુષ્પોનએ ખુબ સુંદર
સુવાસિત નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે.
·
વન્યજીવન
·
ભારત દેશ પ્રાણીપ્રેમી સંસ્કૃતિ ધરાવતો
દેશ છે
·
વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના
ગીરના જંગલોમાં જોવા મળે છે.
·
આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોને કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરૂડ
વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું
છે.
·
આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ ચાર સિંહ, ઘોડો, હાથી તથા
બળદની આકૃતિ મૂકીને
તેનું મૂલ્ય આંકયું છે.
·
વન્ય જીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા
માટે કાયદા પણ ઘડયા છે.
·
ભારતનો સાંસ્કૃતિક વારસો
·
શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5૦૦૦ વર્ષ
જેટલી પ્રાચીન છે જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય
તેમાં મળેલા દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકી ની મૂર્તિ જોઈને
આપણને સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.
·
મોર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ
નું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની
ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા
અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ
રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને સાંસ્કૃતિક
વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવે છે
·
મંદિરો, શિલાલેખો, સ્તુપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો,દરવાજા, ઇમારતો, ઉત્ખનન
કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય.
·
ઐતિહાસિક સ્મારકો સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય.
·
ભાષા, લિપિ, અંકો, શૂન્યનીશોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મયુદ્ધ, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા જેવી અન્ય મહત્વની
શોધો પણ ભારતમાં છે.
· ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
· લોથલ (ધોળકા તાલુકો)
· રંગપૂર (લીમડી તાલુકો)
· ધોળાવીરા (કચ્છ જિલ્લો)
· રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જીલ્લો)
· વડનગરનું કીર્તિતોરણ
· જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ
· મોઢેરાનું સૂર્યમંદિર
· ચાંપાનેરનો દરવાજો
· સિદ્ધપુરનો રુદ્ર મહાલય
· વીરમગામનું મુનસર તળાવ
· અમદાવાદ જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદીસૈયદની જાળી, હઠીસિંગના દહેરા
· પાટણનું સહસ્ત્રલિંગ તળાવ
· વડોદરાનો રાજમહેલ
· જુનાગઢ નો મહાબતખાનનો મકબરો
· નવસારીની પારસી અગીયારી
· દ્વારકાનું દ્વારકાધીશ મંદિર
· જગતગુરુ શંકરાચાર્યની શારદા વિદ્યાપીઠ
· 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર
· ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો)
· બહુચરાજી (મહેસાણા જિલ્લો)
· મહાકાળી માતાજી પાવાગઢ (પંચમહાલ જિલ્લો)
· મીરાદાતાર (ઉનવા મહેસાણા જિલ્લો)
· જૈન તીર્થ પાલીતાણા (ભાવનગર જિલ્લો)
· રણછોડરાયજી ડાકોર (ખેડા જિલ્લો)
· શામળાજી (અરવલ્લી જિલ્લો)
· જૈન - બૈદ્ધ પ્રવાસન સ્થળો
· ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝગડિયા, વગેરે સ્થળોએ બૌધ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે.
· ગુજરાતના મેળાઓ
ક્રમ |
મેળાનું નામ |
સ્થળ |
તિથી/સમય |
1 |
મોઢેરાનો મેળો |
મોઢેરા (મહેસાણા) |
શ્રાવણ વદ અમાસ |
2 |
બહુચરાજીનો મેળો |
બહુચરાજી (મહેસાણા) |
ચૈત્ર સુદ પુનમ |
3 |
શામળાજીનો કાળિયા ઠાકોજીનો મેળો |
શામળાજી (અરવલ્લી) |
કારતક સુદ 11 થી પુનમ |
4 |
ભાદરવી પૂનમનો મેળો |
અંબાજી (બનાસકાઠા) |
ભાદરવા સુદ પુનમ |
5 |
ભવનાથનો મેળો |
ગિરનાર (જુનાગઢ) |
મહા વદ 9 થી 12 |
6 |
તરણેતરનો મેળો |
તરણેતર (સુરેન્દ્રનગર) |
ભાદરવા સુદ 4 થી 6 |
7 |
ભડીયાદનો મેળો |
ભડીયાદ (અમદાવાદ) |
રજબ માસની તા.9,10,11 |
8 |
નકળંગનો મેળો |
કોળીયાક (ભાવનગર) |
ભાદરવા વદ અમાસ |
9 |
માધવપુરનો મેળો |
માધવપુર (પોરબંદર) |
ચૈત્ર સુદ 9 થી 13 |
10 |
વૌઠાનો મેળો |
ધોળકા (અમદાવાદ) |
કારતક સુદ પુનમ |
11 |
મીરાદાતારનો મેળો |
ઉનાવા (મહેસાણા) |
રજબ માસની તા.16 થી 22 |
12 |
ડાંગ દરબારનો મેળો |
આહવા (ડાંગ) |
ફાગણ સુદ પુનમ |
13 |
ગોળ ગધેડાનો મેળો |
ગરબાડા (દાહોદ) |
હોળી પછીના 5માં કે 7માં દિવસે |
14 |
કાર્તિકી પૂર્ણિમાનો મેળો |
સોમનાથ (ગીર) |
કાર્તિક સુદ પુનમ |
15 |
ભાંગુરિયાનો મેળો |
કવાંટ (છોટાઉદેપુર) |
હોળીથી રંગપાંચમ સુધી |
·
ભારતની ભૂમિ અને તેના લોકો
·
આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા.
·
ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી
હતી પરંતુ અદ્યતન શોધખોળ થી જાણવા મળ્યું કે દ્રવિડો
અને બીજી છ જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ
અહીં રહેતી હતી.
·
નેગ્રીટો ( હબસી પ્રજા)
·
નેગ્રીટો જાતિ (હબસીઓ) ભારતના
સૌથી પ્રાચીન નિવાસીઓ છે જે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં
આવેલા.
·
તેઓ વર્ણે શ્યામ
ચારથી પાંચ ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
·
ઓસ્ટ્રેલોઇડ ( નિશાદ પ્રજા)
·
આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી
હતી.
·
રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકા કદ, ચપટું નાક જેવી શારીરિક વિશેષતા હતી.
·
દ્રવિડલોકો
·
દ્રવિડોને મોહેં જો દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા
વારસદાર તરીકે ઓળખવામાં આવે છે.
·
માતૃ મુલક કુટુંબ પ્રથા
પ્રચલિત હતી તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળ-તરાપા જેવા ક્ષેત્રમાં તેમનું વિશેષ
પ્રદાન જોવા મળે છે.
·
આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ
કુળની તમિલ, તેલુગુ, કન્નડ
અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે.
·
અન્ય પ્રજાઓ
·
મોંગોલોઇડ
·
આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી.
·
તેમણે ઉત્તરાસન સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરે માં
વસવાટ કર્યો સમય જતાં તેમનું ‘ભારતીયકરણ’ થયું.
·
આ પ્રજાનો વર્ણ પીળો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક
લક્ષણો હતા.
·
રંગે લોકો પીળા વર્ણના હોવાથી ‘કિરાત’ તરીકે
ઓળખાતા.
·
અલ્પાઇન, ડીનારિક અને
આર્મેનોઇડ આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો
ધરાવે છે, જે ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ ઓડિશા ગુજરાત
અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.
·
આર્યો
·
ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે
કે નોર્ડિક લોકો હતા. પ્રાચીનકાળમાં હિન્દુ આર્ય કહેવાતા અને તેમની મુખ્ય વસ્તીને (પ્રદેશને) ‘આર્યાવર્ત’ નામ અપાયું હતું.
·
આર્યો પ્રકૃતિપ્રેમી હતા.
વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા.
·
પ્રારંભ કાળથી આપણા દેશમાં એક સમન્વયકારી
સંસ્કૃતિનું નિર્માણ થતું હતું જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ
વારસો આપ્યો.
·
પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી, ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને ‘સપ્તસિંધુ’ નામ આપ્યું.
·
ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ
અને આ પ્રજાઓ
પરસ્પર એટલી ભળી ગઈ છે તેમનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું
અર્થાત તેમનું ભારતીયકરણ થયું
·
વારસાનું જતન અને સંરક્ષણ
·
ભારતના વારસાનું જતન અને સંરક્ષણ આપણા ભારતીય બંધારણના
અનુચ્છેદ 51 (ક) મા
ભારતના નાગરિકની મૂળભૂત ફરજો
દર્શાવી છે.
·
આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની
જાળવણી
કરવાની ફરજ.
·
જંગલો, તળાવ, નદીઓ
અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું
જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો
પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
·
જાહેર મિલકતો નું રક્ષણ કરવાની
અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ નો
સમાવેશ કરવામાં આવ્યો છે.
0 ટિપ્પણીઓ