EBOOK   



9. વન અને વન્યજીવ સંસાધન

·       માનવ નું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે
·         જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે
·         જંગલોનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે
 જંગલો નું વર્ગીકરણ
·         વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના ત્રણ પ્રકારો છે.
1.       અનામત જંગલ આ પ્રકારના જંગલો સીધા સરકારીતંત્રના નિયંત્રણમાં હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે
2.       સંરક્ષિત જંગલ  આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે, વૃક્ષોની હાની પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છુટ હોય છે.
3.       અવર્ગીકૃત જંગલ  આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુચરાણ પર કોઈ પ્રતિબંધ નથી.
માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર
1.       રાજ્ય માલિકીનું જંગલ આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે.
2.       સામુદાયિક વન આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા ,જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય છે.
3.       ખાનગી જંગલ આ પ્રકારનો જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડીશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જો કે આ પ્રકારના ઘણાખરા જંગલો       ક્ષત- વિક્ષત અવસ્થામાં, તો  કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે.
·          “નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું”. વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે.
નિર્વનીકરણ ની અસરો
·         વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે.
·         માટીના ધોવાણથી ખેતી માટેની ફળદ્રુપતા ઘટે છે.
·         અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા.
·         માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધી રહ્યા છે.
વન સંરક્ષણ અંગે ના ઉપાયો
·         લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો  હાથ ધરવા, જ્યાં વૃક્ષો અનિવાર્ય પણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઇએ.
·         અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.
·         જે ઉદ્યોગો જંગલમાંથી કાચોમાલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાતો સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ.
·         ઈકો-ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું.
·         સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો નુ આયોજન કરવું.
·         શાળા-કોલેજોમાં શીખવતા પાઠ્યક્રમોમા આ અંગેની વિગતો સમાવવી.
·         ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને વિસ્તારવા.
·         બળતણ માટે સૌરઉર્જા, કુદરતી વાયુ, વગેરે અપનાવવા જોઈએ.
·         વનસંસાધનોનો કરકસરર્ભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા.
·         દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઉભુ કરવું.
·         જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા- યોજાતા ભંડારા કે સમયે પરિવહનની સુવિધાથી થતો કચરાનો યોગ્ય નિકાલ કરવો.
·         પશુચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ.
વૈવિધ્યસભર વન્યજીવ
·         ભારતના આબોહવા અને ભૃપુષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે.
·         વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ હોય છે. તેમાંથી 81251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે.
·         જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જોઇએ તો ભારત વિશ્વમાં બારમા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્ય જીવો જોવા મળે છે.
·         હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે.
·         દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.
·         ઓડિશાના સમુદ્રકિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે.
લુપ્ત થતું વન્યજીવન
·         આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે.
·         ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે.
·         જળ બિલાડી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે છે.
વન્યજીવોના વિનાશના કારણો
·         જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે.
·         જંગલોનો વિનાશ, પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે.
·         વાળ, ખાલ, હાડકા, શીંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે.
·         મનુષ્યના લોભ-લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનીજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ, વન્યજીવોને નિર્વાસિત કરે છે.
·         ઘાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અને પ્રજાતિને ભરખી જાય છે.
·         આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાની ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે.
·         પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી, બેઘર બની અન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ, માનવી સાથે અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે.
·         પ્રાણીજ ઔષધીય કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર અને પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે.
વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો
·         જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રયસ્થાનો  બચશે.
·         જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળસ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા.
·         શિકાર ડામવા તથા જંગલોમાં થતાં ગેરકાયદેસર ખનનકાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ.
·         વન્યજીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
·         જંગલક્ષેત્રોમાં થતી માછીમારી, વન્યપેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઇએ.
·         સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ.
·         જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ  હોય તો, તેના પર દબાણ ઊભું કરી, આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ.
જળચર ગંગેય ડોલ્ફિન (નદીઓની ડોલ્ફિન)
·         ભારતમાં ગંગેય ડોલફિન મીઠાપાણીની પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદીપ્રવાહના ક્ષેત્રોમાં વસે છે.
·         દુનિયાના અત્યંત ગીચ વસતી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે.
·          ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. 
·         તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સુ સુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોંસ, સુસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે.
·         આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે.
·         હાલમાં ગંગેય ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઉભો થયો છે.


વન્યજીવ સંરક્ષણ યોજના
 વાઘ પરિયોજના
·         ભારતનાં જંગલોમાં લગભગ 40 હજાર કરતા પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.
·         1971માં  વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ.
·         અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે.
દીપડો
·         “દીપડાએ બિલાડી કુળનો છે”,  સિંહ અને વાઘની તુલના માં નાનું કદ ધરાવે છે.
·         તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે.
·         ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે.
·         તે અવારનવાર માનવવસ્તીમાં આવી ચડે છે. લોકો મોટાભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે.
હાથી પરિયોજના
·         1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.
·         હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે,
ચિત્તો
·         ભારતના જંગલોમાંથી ચિત્તો સંપૂર્ણ નામશેષ થયેલ છે.
·         હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકાખંડમાં જ જોવા મળે છે.
·         ભારતમાં તે બંધનાવસ્થા (પ્રાણીસંગ્રહાલય)માં જોવા મળે છે.
ગેંડા પરિયોજના
·         આ યોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.
·         ભારતમાં ગેંડા  અસમ રાજ્યમાં જોવા મળે છે.
·         ભારત રાઈનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડા ની સંખ્યા ત્રણ હજાર સુધી લઇ જવાનો લક્ષ્યાંક રખાયો છે.
એકશિંગી ભારતીય ગેંડો
·         અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે.
ઘડિયાલ પરિયોજના
·         મીઠા પાણીમાં જોવા મળતી  મગરોની આ પ્રજાતિઓ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી, ત્યારે સમયસર પગલાં લઇ આ પરિયોજના શરુ કરી.
ગીધ પરિયોજના
·         ગીધ એ કુદરતનો સફાઈ કામદાર. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે.
·          2004થી આ યોજના શરૂ કરાઈ.
હિમદીપડા પરિયોજના
·         સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં પરીયોજના શરૂ કરાઈ.
અભયારણ્ય
·         ચોક્કસ મર્યાદા માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
·         સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે.
·         વન્યજીવ અભયારણ્ય ની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.
·         પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્ય છે.
રાષ્ટ્રીય ઉદ્યાન
·         અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે.
·         તેમાં એકથી વધારે પરિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે.
·         પાલતું પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
·         અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.
·         તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે.
·         કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર,  દચીગામ, વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
જૈવ આરક્ષિત ક્ષેત્ર
·         તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
·         જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.
·         તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ જીવ જંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે.
·         ત્યાં  જૈવ વૈવિધ્ય બાબત સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે.
·         આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે.
·         આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે.
·         નીલગીરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જેવ આરક્ષિત ક્ષેત્ર ગણાય છે.
·         ગુજરાતના કચ્છના રણની વિશેષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસાર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું.
 

  •  

    જૈવ આરક્ષિત ક્ષેત્ર

    રાષ્ટ્રીય ઉદ્યાન

    અભયારણ્ય

    ભારત

    18

    103

    531

    ગુજરાતમાં

    1

    04

    23

 
·         સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે.
·         પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે.
 હેણોતરો
·         આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખાર યુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં વસે છે.
·         ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે.
·         શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. તેના પદચિહનો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે.
ડુંગાગ
·         આ એક વિશિષ્ટ જળચર છે.
·         ભારતના પશ્ચમી સમુદ્રકિનારે(કચ્છના અખાતમાં) તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે.
·         કવચિત તે જળચરો નો આહાર પણ કરે છે.
·         તેના માસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે.

 

 



kids drawing easy