8.કુદરતી સંસાધનો
·
કુદરતમાં હજારો તત્વો પડેલા છે, આ
તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જયારે માનવી તેના વિશિષ્ટ
જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય.
·
જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય જેનાથી મનુષ્યની
જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. કોઈપણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી
કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની
જાય છે
·
કુદરતી સંસાધનમાં ઉપયોગીતા અને કાર્ય
કરવાની યોગ્યતા-બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત,
માનવ અને સંસ્કૃતિ, ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે.
સંસાધનોના ઉપયોગો
·
સંસાધન- ખોરાક તરીકે:- કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા, પાલતુ પ્રાણીઓ દ્વારા,
જળાશયોમાંથી માછલાં, મધમાખી દ્વારા ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે
·
સંસાધન- કાચા માલનો સ્ત્રોત:- જંગલોમાંથી પ્રાપ્ત, ખેતી દ્વારા, પાલતુ
પશુઓથી પ્રાપ્ત ઉન,ચામડા,માંસ, ખનીજ અયસ્ક, ઉદ્યોગો માટે કાચોમાલ બને છે.
·
સંસાધનો- શક્તિ સંસાધન તરીકે:- કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ
વગેરેનો ઇંધણ તરીકે ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે, સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજાં,
ભરતી-ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા
પ્રાપ્ત કરી શકાય છે.
સંસાધનના પ્રકાર
1.
માલિકીના આધારે
2.
પુનઃ પ્રાપ્યતાને આધારે
3.
વિતરણ ક્ષેત્રને આધારે
ક્રમ
માલિકીની દ્રષ્ટીએ
વિગત
ઉદાહરણ
1
વ્યક્તિગત સંસાધન
કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી
જમીન, મકાન વગેરે.
2
રાષ્ટ્રીય સંસાધન
કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ
લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર
૩
વૈશ્વિક સંસાધન
સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય.
વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન.
ક્રમ
વિતરણ ક્ષેત્ર મુજબ
વિગત
ઉદાહરણ
1
સર્વ સુલભ સંસાધન
વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ
ઓક્સીજન, નાઈટ્રોજન
2
સમાન્ય સુલભ સંસાધન
સામાન્યપણે મળે તેવાં
ભૂમિ, જમીન, જળ, ગોચર
૩
વિરલ સંસાધન
જેનાં પ્રાપ્તિ સ્થાનો માર્યાદિત હોય તેવાં ખનીજો
કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનીજો
4
એકલ સંસાધન
દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતાં ખનીજો
ક્રાયોલાઈટ ખનીજ જે માત્ર ગ્રીનલેન્ડ્માંથી જ મળી આવે છે.
· કેટલાંક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે
· અનવીનીકરણીય સંસાધન નો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઇ શકાતા નથી.
· નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે, ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે.
સંસાધનોનું આયોજન અને સંરક્ષણ
· માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે.
· ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે.
· ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
· સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે.
· જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે.
સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો
· સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણવપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ - અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી.
· અનવીનીકરણ સંસાધનોનો વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો.
· જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ.
· જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય છતાં પણ કરકસર કરીને સાચવવા જોઈએ.
· જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોત ની શોધ કરવી.
· કાયદા અને નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ.
· વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતે જનજાગૃતિ કેળવવી જોઈએ.
જમીન નિર્માણ
· સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલુ પડ જેમાં વનસ્પતિ ઊગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, જમીન પૃથ્વી ના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પળ હોય છે.
· જમીનો નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે.
· જમીન ખનીજો અને જૈવિક તત્વો નું કુદરતી મિશ્રણ છે.
જમીન
· જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. અર્થાત ભૃપુષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી.
· એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે.
· જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે.
જમીનના પ્રકાર
· હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે.
(1) કાંપની જમીન
· આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળ માં ફેલાયેલી છે. બ્રહ્મપુત્ર, સતલુજ નદી, ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણ
· કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે.
· જમીનમાં પોટાશ, ફોસ્ફરિક ઍસિડ અને ચુનાનું પ્રમાણ વધારે જોવા મળે છે.
· આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે.
(2) રાતી અથવા લાલ જમીન (red soil)
· રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળ ના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
· આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે.
· જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી.
· આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, મગફળી ,બટાટા વગેરે પાક લેવામાં આવે છે.
(૩) કાળી જમીન
· કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનનો ઉદભવ દખ્ખણના લાવાના પથરાવવાથી થયો છે.
· જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે.
· તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે.
· જ્યારે ભેજ સુકાઈ ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે.
· આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે.
· કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે.
(4) લેટેરાઈટ કે પડખાઉ જમીન
· આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ ‘later’ એટલે ઈંટ પરથી પડ્યું છે.
· તેનો લાલ રંગ લોહ ઓક્સાઈડને કારણે હોય છે.
· આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે.
· સુકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલુ છે.
· જમીન ઓછી ફળદ્રુપ હોય છે.
· ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે.
· આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
(5) રણ પ્રકારની જમીન
· જમીન સુકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે.
· આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
· તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
· સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે.
(6) પર્વતીય જમીન
· આ જમીન હિમાલયની કિરણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 27૦૦ મીટર થી ૩૦૦૦ મીટર સુધીની ઊંચાઇ પર જોવા મળે છે.
· તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
· હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગમાં દેવદાર,ચીડ અને પાઈનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
(7) જંગલ પ્રકારની જમીન
· આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3૦૦૦ મીટર થી 31૦૦ મીટર ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભુસપાટી ઢંકાયેલી હોય છે.
· આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઇ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે આ જમીન અત્યંત મર્યાદિક ક્ષેત્રો ધરાવે છે
(8) દલદલ કે પીટ પ્રકારની જમીન
· આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
જમીન ધોવાણ
· “ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થાળાંતરિત થવું”.
· ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું.
જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો
· જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી.
· ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું.
· પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું.
· પાણીના વહેળાના પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા.
· પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી.
ભૂમિ સંરક્ષણ
· “ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે”
· જમીન સંરક્ષણ નો સીધો સંબંધ માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે.
ભૂમિ સંરક્ષણના ઉપાયો
· જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનકણોને જકડી રાખે છે.
· નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું.
· રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી એ રણને આગળ વધતું અટકાવશે.
· નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ.
· અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઇએ.
· ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો, જેવી પદ્ધતિઓ અપનાવવી જોઇએ.
· ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ.
0 ટિપ્પણીઓ