પાઠ 13
ઉત્પાદન ઉદ્યોગ
“મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોનાં રૂપને
બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી
પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે.”
ઉદ્યોગોનું મહત્વ
·
આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત
છે.
·
આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ
થઈ જાય છે.
·
યુ.એસ.એ., રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે.
·
ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે.
·
1853માં ચારકોલ આધારિત પ્રથમ 'લોહ ગાળણ' ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ તે નિષ્ફળ રહ્યું.
·
સૌપ્રથમ સફળ પ્રયત્ન 1854માં
સુતરાઉ કાપડ ઉદ્યોગ.
·
1855માં કોલકાતા નજીક રિશરામાં શણનું કારખાનું સ્થપાયું.
·
1874માં કુલ્ટીમાં કાચું લોખંડ
બનાવવાનું કારખાનું સ્થપાયું.
·
1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની
કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઇ.
ઉદ્યોગોનું વર્ગીકરણ
·
જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. દા. ત. સુતરાઉ કાપડ ઉદ્યોગ.
·
જે ઉદ્યોગો કોઈ વિશેષ વ્યક્તિના
માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. દા. ત. ખાંડસરી ઉદ્યોગ.
કૃષિ આધારિત ઉદ્યોગ
·
સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી
પ્રાપ્ત થતાં કાચામાલ પર આધારિત ઉદ્યોગ છે.
સુતરાઉ કાપડ
·
ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે, આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ
લોકોને રોજગારી આપે છે.
·
ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
·
ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ
ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે.
·
મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.
·
ત્યાર બાદ ગુજરાતમાં અમદાવાદના શાહપુર મિલ તથા કેલિકો મિલ
સ્થપાઈ.
·
આજે તો સુતરાઉ કાપડની મિલો દેશનાં લગભગ
100 નગરોમાં આવેલી છે.
·
મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ
કાપડની મિલો છે. જેથી તેને સુતરાઉ કાપડનું
વિશ્વમહાનગર કહે છે.
·
ગુજરાતમાં અમદાવાદને 'પૂર્વનું માનચેસ્ટર' તથા 'ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા' પણ કહે છે.
·
તામિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે.
·
આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર
યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજારક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુત ની સુવિધા છે.
શણના કાપડનો ઉદ્યોગ
·
શણ એ બીજા
ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે.
·
શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે.
·
શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે.
·
શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10%
ઉત્પાદન થાય છે.
·
શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે.
·
સસ્તો માનવશ્રમ, બેંક અને વિમા સુવિધા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે.
·
આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ
ઉદ્યોગ કરી રહ્યો છે.
રેશમી કાપડ
·
ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે.
·
ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે.
·
ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન
થાય છે, 1.શેતુર, 2. ઈરી, 3. ટસર 4. મૂગા .
·
વર્તમાન સમયમાં ભારતમાં 300
જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે.
·
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે.
ઊની કાપડ
·
સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં છે, ત્યારબાદ
મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.
·
ઉન માંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે.
કુત્રિમ કાપડ
·
માનવનિર્મિત રેશા માંથી બનેલું કાપડ મજબૂત ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગ એ પણ સારો વિકાસ કર્યો છે.
·
કપાસના રેસા સાથે કુત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે.
ખાંડ ઉદ્યોગ
·
શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.
·
ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે.
·
શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ
જાય તે માટે શેરડી વાઢ્યા પછી ચોવીસ કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે.
·
ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં
આવે છે.
·
“પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કુચા વગેરેમાંથી કાગળ બનાવવામાં
આવે છે”.
·
જે ઉદ્યોગોમાં કાચામાલ તરીકે ખનીજ
વપરાય છે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે
છે.
લોખંડ અને પોલાદ ઉદ્યોગ
·
લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક
ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ઘરી સમાન
છે.
·
તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના
યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ
થાય છે.
·
આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય છે.
·
ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે.
·
દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
·
ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તામિલનાડુના પોર્ટોનોવામાં
સ્થપાયું.
·
1907માં ઝારખંડના
જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું
ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું.
·
ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.
·
ટાટા, સિવાયના લોખંડ-પોલાદનો કારખાનાનો વહીવટ 'સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિમિટેડ’ ને સોંપવામાં
આવ્યો છે.
·
લોખંડ પોલાદ ના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
એલ્યુમિનિયમ ગાળણ
· લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે.
· આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણુ વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે.
· એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્રધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે.
· એલ્યુમિનિયમના ઉત્પાદનોમાં 40-50% ખર્ચ વિદ્યુતના જાય છે.
તાંબુ ગાળણ
· વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુ સાથે સરળતાથી ભેળવવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે.
· ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમને દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
· 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું.
· આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે.
· તેમ છતાં ભારતના પોતાની જરૂરિયાત નો ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે.
રસાયણ ઉદ્યોગ
· રસાયણો બે પ્રકારના છે. કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણ
· કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોરસાયણ મુખ્ય છે.
· અકાર્બનિક રસાયણ ઉપયોગોના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક ઍસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરિન વગેરેમાં થાય છે.
· રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે
રાસાયણિક ખાતર ઉદ્યોગ
· દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તામિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થાપ્યું હતું.
· આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો.
પ્લાસ્ટિક ઉદ્યોગ
· પ્લાસ્ટિક ઉદ્યોગને sunrise industry પણ કહે છે.
· વોટર પ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે રસાયણોના સંચયન, ટેકસટાઇલ મકાન બાંધકામ વાહન નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.
સિમેન્ટ ઉદ્યોગ
· મકાન-બાંધકામ, સડકો બંધો વગેરેનું નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે.
· ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે.
· તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે.
પરિવહન ઉપકરણ ઉપયોગ
· વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગ કહે છે.
રેલવે
· ભારતમાં મુસાફરી માટે રેલ્વે સેવાની કામગીરી પ્રસંશનીય છે.
· રેલ્વે પોતાની જરૂરીયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે.
· રેલવે એન્જિન ત્રણ પ્રકારના છે. વરાળ, ડીઝલ, વિદ્યુત.
· વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનનો હવે પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે.
· ડીઝલ તથા વિદ્યુત એન્જીન ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામાં ચિતરંજન લોકોમોટિવ વર્કસ, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં. તથા જમેશદપુર ટાટા લોકોમોટીવ વર્ક્સમાં થાય છે. મુસાફરો માટેના ડબ્બા પેરામ્બુર, બેંગલુરૂ, કપુરથલા અને કોલકાતામાં બને છે.
સડક વાહનો
· સડક વાહનોનું ઉત્પાદન મોટાભાગે ખાનગી ધોરણે થાય છે. વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે.
જહાજ બાંધકામ
· વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવા ના મુખ્ય પાંચ કેન્દ્રો છે, વિશાખાપટ્ટનમ, કોલકત્તા, કોસી, મુંબઈ અને માર્મગોવા. જે જાહેરક્ષેત્રના છે.
· કોચી અને વિશાખાપટનમમાં મોટા કદ ધરાવતા વહાણોનો બાંધકામ થાય છે.
· સૈન્યની જરૂરિયાતો માટે બેંગલુરુ, કોરાપુટ નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઇ જહાજના ઉદ્યોગોના એકમ સ્થાપવામાં આવ્યા છે.
ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ
· રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ તેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય.
· ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગલુરુમાં સ્થાપના થઈ જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો.
· આજે ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે સહયોગ કરી ઘણાંજ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે.
· કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારત ઘણીજ પ્રગતિ કરી છે. બેંગલુરુને આ ઉદ્યોગનું રાજધાની બનાવ્યું.
· બેંગલુરને ભારતની સિલિકોન વેલી કહે છે.
ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ
· કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય.
· ઉદ્યોગ થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદુષણો જોવા મળે છે. હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ.
· ધ્વનિ પ્રદૂષણ માનવજીવન માટે બહેરાશનું એક કારણ છે. ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તણાવ પણ અનુભવે છે.
· હવામાં ઉત્સર્જીત થતા પ્રદુષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય.
· ઉદ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધ કરી શકાય છે.
0 ટિપ્પણીઓ