પાઠ 11 ભારત:જળ સંસાધન
EBOOK



પાઠ 11 ભારત:જળ સંસાધન

·         જળ છે તો જીવન છે.’ જળ વિના પૃથ્વી પર કોઈપણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી.
·         કોઈ પણ દેશની સમૃદ્ધિ નો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે.
·         જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે.
·         જળ એ મર્યાદિત સંસાધન છે.
·         પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ, તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે.
જળસ્ત્રોતો
1.       વૃષ્ટિય જળ:  પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ‘વૃષ્ટિ’ છે.
2.       પૃષ્ટિય જળ: પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે, તે જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે.
3.       ભૂમિગત જળ:  પૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળ જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઇ માટે થાય છે.
જળ સંસાધનો અને ઉપયોગ
સિંચાઈ: ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
·         એક કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે.
·         કાવેરી નદીમાંથી ‘ગ્રાન્ડ એનિકટ’ નામે જાણીતી નહેરનું નિર્માણ, 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું.
·         ભારતમાં સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે. 1. કુવા અને ટ્યુબવેલ 2. નહેરો 3. તળાવો, આ પૈકી કુવા અને ટ્યુબવેલ સિંચાઇના મુખ્ય માધ્યમો છે
બહુહેતુક યોજના: ભારતનો જળપરિવાહન સમુદ્ર છે. એનું કારણ ભારતનો ભૃપુષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓ ને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે.
·         બહુહેતુક યોજના એટલે નદી-ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવી એમાં પૂર- નિયંત્રણ, જમીન-ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેય જળ, ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે.
ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ

  • બહુહેતુક યોજના

    નદી

    લાભાન્વિત રાજ્યો

    ભાખરા-નાંગલ

    સતલુજ

    પંજાબ, હરિયાણા, રાજસ્થાન

    કોસી

    કોસી

    બિહાર

    દામોદર ખીણ

    દામોદર

    ઝારખંડ,પશ્ચિમ બંગાળ

    હીરાકુળ

    મહાનદી

    ઓડીશા

    ચંબલ ખીણ

    ચંબલ

    મધ્યપ્રદેશ, રાજસ્થાન

    નાગાર્જુન સાગર

    કૃષ્ણા

    આંધ્રપ્રદેશ, તેલંગાના

    કૃષ્ણરાજ સાગર

    કાવેરી

    કર્ણાટક, તમિલનાડુ

    તુંગબદ્રા

    તુંગભદ્રા

    કર્ણાટક, આન્દ્ર પ્રદેશ

    નર્મદા ખીણ (સરદાર સરોવર)

    નર્મદા

    મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર

    કડાણા, વણાકબોરી

    મહીસાગર

    ગુજરાત

    ઉકાઈ, કાકરાપાર

    તાપી

    ગુજરાત

    ધરોઈ

    સાબરમતી

    ગુજરાત

 
સિંચાઈ ક્ષેત્રનુ વિતરણ
·         સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે.
·         મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3%  વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. પંજાબમાં સિંચાઇક્ષેત્રનું પ્રમાણ 90.8% જેટલું છે.
જળ સંકટ
·         જળ એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે.
·         પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે.
·         આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે.
·          કૃષિક્ષેત્ર હજી વરસાદ પર આધાર રાખે છે.
·         પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
·         ઘરેલુ તથા ઔદ્યોગિક એકમોના મલીન જળ, જળ પ્રદૂષણ નો મુખ્ય સ્ત્રોત છે.
જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન
·         ‘જળ’ એવું સંસાધન છે, તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે.
·         જળ સંસાધનની જાળવણી ‘જળ સંરક્ષણ’ તરીકે ઓળખાય છે.
·         જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ અને ભૂમિગત જળસ્તર (સપાટી)ને ઉપર લાવવાનો સમાવેશ થઇ શકે.
·         જળ એક રાષ્ટ્રીય સંપદા છે.
જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ
·         જળ પ્લાવિતક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે.
·         નદી બેસીન એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિતક્ષેત્ર છેવટે તો શાખા- નદીઓ વિસ્તારો જ છે .
·         જળ પ્લાવિતક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળસંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી  કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
·         જીવ વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે.
વૃષ્ટિ-જળ સંચયના મુખ્ય ઉદ્દેશો
·         ભૂમિગતજળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ-સ્તરનો વધારો કરવો.
·         જળ પ્રદૂષણને ઘટાડવું.
·         ભૂમિગતજળની ગુણવત્તામાં સુધારો કરવો.
·         સ્થળ-માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
·         સપાટી પરથી વહી જતાં પાણીનો જથ્થો ઓછો કરવો.
·         ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલુ જરૂરિયાતોને પૂરી કરવી.
·         પાણીની વધતી જતી માંગને પૂરી કરવી.
·         મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભુગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી.
“ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં”
        અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજના ગ્રામજનોએ આશરે 2.25 કરોડ લીટર વરસાદી પાણી રોકી, સંગ્રહ કરી, પંથકને હરિયાળો બનાવી દીધો છે, એક જ વર્ષમાં ગામમાં 12.5% દૂધનું ઉત્પાદન વધ્યું છે. કુવાઓમાં 20 થી ૩૦% પાણી વધ્યું છે, આજે મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે બેડજની 136 વીઘાં જમીનમાં ઉનાળુ પાક લહેરાઇ રહ્યો છે.        
જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ
·         બાગબગીચા, વાહનો, શૌચલયો તથા વોશ-બેસીનોમાં વાપરતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.
·         લોકજાગૃતિ પેદા કરીને તથા જળ-સંરક્ષાણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકભાગીદારી વધારવી.
·         ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા.
·         જળસ્ત્રાવના બધા એકમો જેવા કે કુવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો.
·         ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી.
·         જળસંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ-પ્રદુષણને અટકાવવા માટે પાણીની પાઈપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું.

kids drawing easy