EBOOK




10. ભારત : કૃષિ

·         ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે.
·         શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યોમાં જોડાયેલા છે.
·         રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે.
·         નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોના લગભગ 18% જેટલો હિસ્સો છે.
·         જેનાથી દેશને દર વર્ષે વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
·         ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે.
·         ભારત એક કૃષિપ્રધાન દેશ છે.
·         ભારતના મોટાભાગના વિસ્તારોમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે.
·         ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે.
·         વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે.
કૃષિ પ્રકારો
·         સિંચાઈ પદ્ધતિ, ખેતપેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતી ના પ્રકારો પાડવામાં આવ્યા છે.
1.      જીવનનિર્વાહ ખેતી
·         ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. જે તેના કુટુંબના ભરણપોષણ માટે જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે.
2.      સૂકી ખેતી
·         વરસાદ ઓછો પડે છે સિંચાઇની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય છે તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે.
3.      આર્દ્ર ખેતી
·         જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઇની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર(ભીની)  ખેતી કરવામાં આવે છે
 
4.      સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
·         આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને તેમાં ખેતી કરાઈ છે.
·         અહીં બે કે ત્રણ વર્ષ ખેતી કરાય છે.
·         જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને  બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે.
·         તેને ઝૂમ ખેતી પણ કહે છે.
5.      બાગાયતી ખેતી
·         બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે.
·         આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કુશળતા, તકનિકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે.
6.      સઘન ખેતી
·         જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યા રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે.
·         આ ખેતીમાં આર્થિક વળતર ને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે.
કૃષિ પદ્ધતિઓ
 સજીવ ખેતી
·         સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકો નો ઉપયોગ કરવામાં આવતો નથી.
·         પાકના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
·         સજીવ ખેતી (જૈવિક ખેતી)ની પેદાશો પોષણયુક્ત હોય છે.
·         આમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.
·         તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે.
·         જૈવિક ખેતી પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે.
·         ખેડૂતોને વળતર પણ સારૂ મળે છે.
ટકાઉ ખેતી
·         આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઇ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ.
મિશ્ર ખેતી
·         આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા-બકરા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ભારતની કૃષિ પેદાશો

  • ખરીફ (ચોમાસું)પાક

    રવી (શિયાળુ) પાક

    જાયદ(ઉનાળુ) પાક

    ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.

    શિયાળામાં લેવામાં આવતા પાકને રવી પાક કહે છે.

    ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે.

    પાકનો સમય જુન-જુલાઈથી ઓક્ટોબર-નવેમ્બર

    પાકનો સમય ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ

    પાકનો સમય માર્ચથી જુન સુધીનો હોય છે.

    ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ-મગ વગેરે ખરીફ પાક છે.

    ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવી પાક છે.

    ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, સકર ટેટી વગેરે જાયદ પાક છે.

 

  • ભારતની મુખ્ય કૃષિ પેદાશો

    ધાન્ય પાક

    કઠોળ

    તેલીબિયાં

    પીણાં

    રોકડિયા પાક

    ઔષધીય મસાલા પાક

    ફળ

    શાકભાજી

    ડાંગર

    તુવેર

    મગફળી

    ચા

    કપાસ

    જીરું

    કેરી

    બટાકા

    ઘઉં

    મગ

    તલ

    કોફી

    શેરડી

    વરિયાળી

    કેળા

    રીંગણ

    જુવાર

    ચણા

    સોયાબિન

    કોકો

    શણ

    ઈસબગુલ

    ચીકુ

    ડુંગળી

    બાજરી

    વટાણા

    એરંડા

     

    તમાકુ

    ધાણા

    પપૈયા

    ટામેટા

    મકાઈ

    વાલ

    સરસવ

     

    રબર

    મેથી

    દ્રાક્ષ

    દુધી-તુરિયા

    જવ

    મઠ

    સુર્યમુખી

     

     

    અજમો

    બોર

    ભીંડા

     

    અડદ

    નાળિયેર

     

     

    કાળા મરી

    સફરજન

    કોબીજ-ફ્લાવર

     

    મસુર

    અળસી

     

     

    લસણ

    જામફળ

    વિવિધ ભાજી

 
ધાન્ય પાક
·         ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75 % વિસ્તારમાં ધાન્ય પાક ની ખેતી થાય છે.
·         કુલ ઉત્પાદનના આશરે 50 % ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે.
ડાંગર
·         વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે.
·         ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે.
·         ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં  આવે છે.
·         ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે.
·         ડાંગરે પાણીની વધુ જરૂરિયાતવાળો પાકો હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે.
ઘઉં
·         ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે.
·         ભારતની એક તૃતીયાંશ ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે.
·         તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે.
·         ઘઉં  એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે.
·         ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે.
·         ઘઉં ની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે.
·         પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે.
·         પંજાબને 'ઘંઉનો કોઠાર' કહેવામાં આવે છે.
·         ગુજરાતમાં ભાલ વિસ્તારમાં 'ભાલીયા ઘઉં' થાય છે.
·         રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે.
·         આથી જ ઘંઉ અનાજનો રાજા ગણાય છે.
 
 જુવાર          
·         ડાંગર અને  ઘઉં પછી જુવાર એ ભારતના સૌથી વધુ  ઉત્પાદન થતું ધાન્ય છે.
·         ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે.
·         જુવાર લીલા પશુ ચારા તરીકે વિશેષ વપરાય છે.
બાજરી
·         બાજરી એ શ્રમજીવીઓ નું ધાન્ય ગણાય છે.
·         ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે.
મકાઈ
·         મકાઈ એ  ધાન્ય ખરીફ પાક છે.
·         ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે.
·         મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકો નો મુખ્ય ખોરાક છે.
·         મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.
કઠોળ
·         શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
·         તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ વગેરે કઠોળ પાક ગણાય છે.
·         ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં, મગ-મઠ કચ્છ જિલ્લામાં અને અડદ નું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે.
·         કઠોળના પાક દ્વારા નાઈટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે તેથી, ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા  કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરાય છે.
આટલું જાણવું ગમશે
·         ગુજરાતમાં વાતાવરણ ધાન્ય પાકોમાં નાગલી મોખરાનું સ્થાન ધરાવે છે.
·         નાગલી ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓ નો મુખ્ય ખોરાક છે. 
·         ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્ય પાકોમાં નાગીની પ્રતિ હેકટર ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે.
·         નાગીલીને અંગ્રેજીમાં ફીંગર મિલેટ અને આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. 
·         નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય છે. તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
·         નાગલીમાં  રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે.
·         નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતા સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં  અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. 
·         નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય  છે.
·         આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી વાનગીઓ બનાવી શકાય છે.
તેલીબિયાં
·         ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે.
·         તેલીબીયામાંથી ખાદ્યતેલ ઉપરાંત દાણા માંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રીય ખાતર તરીકે વપરાય છે.
મગફળી
·         મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજા ક્રમે છે
·         દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.
·         જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે.
·         ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે સીંગતેલ વિશેષ વપરાય છે.
તલ
·         બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે.
·         દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તે વપરાય છે.
·         ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે.
·         ગુજરાતના સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
·         ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.
·         સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
નાળિયેર
·         નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે.
·         દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે.
·         નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પાણી તરીકે ઉપયોગી છે.
એરંડા
·         એરંડા એટલે દિવેલા. તે ખરીફ અને રવી પાક છે.
·         એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64%ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે.
·         ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
પીણા
 ચા
·         ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે. તેના છોડનાં પાંદડાં અને કુમળી કુંપળોને પ્રકિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણાં તરીકે ઉપયોગ થાય છે.
·         ચીન પછી ભારત ચા નું સૌથી વધુ ઉત્પાદન કરે છે.
·         અસમ અને પશ્ચિમબંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે.
 
કૉફી
·         કૉફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે.
·         કર્ણાટકનો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
·         કોફીના ફળ ને એકઠા કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેના પીણા તરીકે ઉપયોગ થાય છે.
કોકો
·         કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે.
·         કોકો એ પેય પદાર્થ છે.
·         તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે.
રોકડિયા પાક
 કપાસ
·         વિશ્વસ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે.
·         કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. 
·         આ રૂ ભારતમાં 'સફેદ સોના' તરીકે ઓળખાય છે.
·         આ ઉપરાંત કપાસિયા તેલનું ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળાં પશુઓના દાણા તરીકે વપરાય છે.
·         કપાસના પાકનો સમયગાળો 6-8 માસનો હોય છે. 
·         ગુજરાતના ખેડૂતોએ બી. ટી. કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
શેરડી
·         વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે.
·         ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે.
·         શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
 
શણ
·         શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે.
·         શણના રેસાને 'ગોલ્ડન ફાઇબર' કહે છે.
·         કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્ત કલાકારીગીરીના નમુના વગેરે બને છે.
·         શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે.
તમાકુ
·         ચીન,બ્રાઝિલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતાં અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે.
·         ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનના 80% ગુજરાતમાં થાય છે.
·         તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગરેટ, છીકણી વગેરે બનાવવામાં થાય છે.
·         તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે.
·         તમાકુ ગુટખા પર પ્રતિબંધ મુકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે.
 રબર
·         લેટેક્ષ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતાં દૂધ (ક્ષીર) માંથી રબર તૈયાર થાય છે.
·         રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસેટીક એસીડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને બનાવાય છે.
·         જેનો ઉપયોગ ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે.
·         વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે.
ઔષધીય અને મસાલા પાક
·         જીરૂ, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
·         ધાણા, મેથી, રઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે.
·         વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. 
·         ભારતના કાળા મરી, તજ, લવીંગ વગેરેની માંગ દેશ-વિદેશમાં ખૂબ જ રહે છે
·         વિશ્વમા ફળોના ઉત્પાદનમાં ભારત, ચીન પછી બીજા ક્રમે છે.
 
·         ગુજરાતમાં રોકડિયા પાકોની ખેતી વધતા ઘાસચારાના પાકની અછત રહે છે.
·         સામાન્ય રીતે બધા જ ઘાસચારાના પાકોની કાપણી ઓક્ટોબર માસમાં એટલે કે વાવણી પછી ચાર માસે કરવી જોઈએ.
કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા
·         ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવવા લાગ્યા છે.
ટેકનિકલ સુધારા
·         સિંચાઈ માટે ખેડૂતો પહેલા કોસ, રહેંટનો ઉપયોગ કરતો, આજે  સબમર્સીબલ કે મોનો બ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ, અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે.
·         રાસાયણિક ખાતરો-D.A.P તથા N.P.K. યુરિયા તેમજ જૈવિક ખાતરો પ્રવાહી જૈવિક ખાતર,  બાયો ટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે.
·         ખેડૂતો પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો થયો છે.
·         સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન  SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 ( કિસાન કોલ સેન્ટર), સરકારના ખેડુત વેબપોર્ટલ, i-ખેડૂત તથા agri  market  જેવી મોબાઇલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે.
·         ગ્રામ્યવિસ્તારોમાં કૃષિ સંશોધન અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે.
·         સરકારે દરેક જીલ્લા મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે.
·         ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે.
·         દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે, તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે.
·         આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ( ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ) અને DARE (ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એન્ડ એજયુકેશન) વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે.
સંસ્થાકીય સુધારાઓ
   Ø  ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત  સુધારા ગણાય છે.
·         સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. 'ખેડે તેની જમીન' ના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક્ક આપ્યો છે.
·         જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે.
·         કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. 
·         સરકાર બિયારણ અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે.
·         પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડુતોને ખેતી પાકોનું વિમાકીય રક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
·         દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે.
·         માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
·         ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે સહકારી મંડળીઓ,  ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડી છે.
   Ø  ખેડૂતો પાસેથી ખેતપેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે.
1.       ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી સંઘ-(NAFED)
2.       ગુજરાતી તેલીબિયાં ઉત્પાદક સંઘ- (GROFED)
3.       રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ – (NDDB)
હરિયાળી ક્રાંતિ
   Ø  આપણા દેશમાં 1960ના દસકામાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ.
·         બિયારણ ની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમા થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
·         હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી.
·         હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે.
·         દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે.
·         અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. 
·         અન્નક્ષેત્ર દેશનું સ્વાવલંબન અને હરિયાળી ક્રાંતિનું સીમાચિન્હરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે.
ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન
·         તે દેશના લગભગ અડધો અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે.
·         કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલુ પેદાશ નો લગભગ(GDP) 17% હિસ્સો ધરાવે છે.
·         ભારતની મહત્વની કૃષિપેદાશો ચોખા, ઘઉં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે  અને તેની નિકાસ માંથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
·         ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે.
·         સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્યસામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી ઉપલબ્ધ બને છે.
·         કૃષિ ભારતના લોકોને ખોરાક પુરો પાડે છે.
અનાજ સંરક્ષણ
·         આજે કોઇ પણ દેશમાટે અન્ન સુરક્ષા જરૂરી છે.
·         અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ.
·         1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી એ આજે 125 કરોડથી વધુ છે.
·         અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજનું ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય.
·         સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે.
ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર
·         વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના 'જીનેટિકલી મોડીફાઈડબી.ટી.  બિયારણો આવ્યાં.
·         વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે.

kids drawing easy